વડોદરામાં કોમી વૈમનસ્ય ફેલાવનારી સોશિયલ મિડિયા પોસ્ટ મુકનાર રોહન શાહની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-04-02 19:27:35

રાજ્યમાં રામનવમી નિમિત્તે વિવિધ શહેરોમાં રામજીની શોભાયાત્રા યોજાઈ હતી. આ જ દિવસે વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાઓ બની હતી. એક જ દિવસમાં બે વિસ્તારોમાં પથ્થરમારાની ઘટનાથી વડોદરાની શાંતિ ડહોળાઇ હતી આ ઘટના બાદ શહેરમાં સ્થિતિ હજુ પણ અજંપાભરી છે. જોકે પથ્થરમારા કરનારા 23 વધુ શખ્સોની વડોદરા પોલીસે ધરપકડ કરી આરોપીઓને રિમાન્ડ પર મોકલી દેવાયા છે. અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બે દિવસ બાદ પણ પોલીસ તોફાન ફાટી નીકળેલા વિસ્તારોમાં ખડેપગે તૈનાત છે. સોશિયલ મિડિયા પર ઉશ્કેરણીજનક ભાષણ મૂકી માહોલ બગાડનારા તત્વો સામે હવે વડોદરા સાયબર ક્રાઇમે લાલઆંખ કરી છે. ભડકાઉ પોસ્ટ ફેસબુક પર મૂકનાર એક શખ્સની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.


રોહન શાહની ધરપકડ


રામનવમીની શોભાયાત્રામાં જે ભડકાઉ ભાષણો આપ્યા હતા અને શહેરની શાંતિ ડહોળાઇ હતી તે બાબતે પણ કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં સાયબર સેલની ટીમે VHP નેતા રોહન શાહ, કેતન ત્રિવેદી ગુંજલ શાહ સહિત અન્ય એક અજાણ્યા શખ્સ સામે IPC કલમ 153A, 34 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રોહન કમલેશ શાહની ધરપકડ પણ કરી લેવાઇ છે. જોકે અન્ય આરોપીઓ ફરાર છે. જેની PCB, SOG, ક્રાઇમબ્રાન્ચ સહિત અલગ અલગ ટીમો શોધખોળમાં લાગી છે.


સોશિયલ મીડિયા પર પોલીસની નજર


વડોદરામાં સર્જાયેલા કોમી છમકલાની કાર્યવાહીમાં પોલીસ બાદ હવે સાયબર ક્રાઇમ સેલની ટીમ પણ કાર્યવાહીમાં લાગી છે. વડોદરા સાયબર ક્રાઇમ દ્ઘારા ફેસબુક, ઇન્ટાગ્રામ અને વોટસએપ સહિતના માધ્યમો પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી શાંતિ બગાડનારા તત્વો પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. શહેર પોલીસ કમિશનર દ્વાર સાયબર ક્રાઇમને ભડકાઉ પોસ્ટ મૂકનારા શખ્સો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.