નકારાત્મકતા ઉપર સકારાત્મકતાનો વિજય એટલે વિજયા દશમી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 11:05:11

નવરાત્રી દરમિયાન આપણે માતાજીની આરાધના કરતા હોઈયે છીએ. માતાજી પ્રસન્ન થઈ ભક્તોને આશીર્વાદ આપે છે. માતાજીનો મહિમા અપરંપાર છે. માત્ર મનુષ્યો જ નહીં પરંતુ મનુષ્ય રૂપે અવતરેલા ભગવાનો પણ માતાજીની ઉપાસના કરતા હતા. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ તેમજ ભગવાન રામે પણ મા આદ્યશક્તિની આરાધના કરી છે. નવરાત્રીના નવ દિવસ બાદ દસમા દિવસને વિજયા દશમી તરીકે મનાવવામાં આવે છે. વિજયા દશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય.   

Dussehra 2020: Here are some unknown facts about Vijaya Dashami that  celebrates victory of good over

શા માટે શ્રીરામે કરી હતી મા આદ્યશક્તિની ઉપાસના ? 

માતા સીતાનું હરણ કરી લંકાપતિ રાવણ તેમને લંકા લઈ ગયા હતા. સીતા માતાને પરત લાવવા ભગવાન રામે વાનરસેના સહિત રાવણ સાથે યુદ્ધ કર્યું હતું. પરંતુ રાવણને હરાવવામાં ભગવાન રામ નિષ્ફળ જતા હતા. રાવણ પરાસ્ત થાય તે માટે ભગવાન રામે માતા આદિશક્તિને પ્રસન્ન કરવા તપ કર્યું હતું. ભગવાન રામની ભક્તિ જોઈ દેવી પ્રસન્ન થયા.  માતાજીએ આશીર્વાદરૂપે ભગવાન રામને દિવ્યાસ્ત્રો આપ્યા હતા. માતાજી દ્વારા અપાયેલા દિવ્યાસ્ત્રોની મદદથી ભગવાન રામ રાવણનો અંત દસમના દિવસે કર્યો હતો. જેથી આસો સુદ દશમને વિજયા દશમી તરીકે મનાવવામાં આવે છે.

Dussehra Special: There wouldn't be a Durga Puja in autumn if it wasn't for  Lord Ram - FYI News


વિજયા દશમીની બીજી પ્રચલિત કથા

બીજી માન્યતા અનુસાર માતાજીએ મહિષાસુરનો વધ દશેરાના દિવસે કર્યો હતો. દેવોને ત્રાસ આપનાર મહિષાસુરનો અંત દશેરાના દિવસે થતા તમામ દેવતાઓ પ્રસન્ન થયા હતા. અને માતાજીના વિજયથી આનંદિત થઈ દેવતાઓએ આ દિવસને વિજયા દશમી તરીકે ઉજવ્યો હતો. 


જીવનમાં વિજયા દશમીનું મહત્વ 

વિજયા દશમીને સરળ અર્થમાં સમજીએ તો વિજયા દશમી એટલે જ્ઞાન, સત્ય અને ધર્મને પાતોના જીવનમાં ઉતારવાનો દિવસ. દૈત્યોનો નાશ કરી ધર્મની સ્થાપના કરવામાં આવી હતી. આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવાનું પર્વ એટલે વિજયા દશમી. આત્માને પરમાત્માનું જ રૂપ માનવામાં આવે છે. આપણામાં રહેલી ઈન્દ્રીયો આપણા શસ્ત્રો છે. ઈન્દ્રીયો પર વિજય મેળવવાનો દિવસ એટલે વિજયા દશમી. એટલા માટે જ વિજયા દશમીના દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવે છે. પોતાનામાં રહેલી આસુરી શક્તિઓનો નાશ કરવા અને આત્મજ્ઞાનની અનુભૂતિ થાય તે માટે આ પર્વને ઉજવવામાં આવે છે.



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.