સંતરામપુરમાં ભાજપ નેતાના પુત્ર Vijay Bhabhorએ બુથ કેપ્ચર કરીને લાઈવ કર્યું, નશાની સાથે સાથે એને સત્તાનો નશો પણ ચડ્યો હતો...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-09 18:54:20

દેશમાં લોકસભા માટે મતદાન ચાલી રહ્યું છે..ત્રણ તબક્કા મતદાનના પૂર્ણ થઈ ગયા છે અને આગળ પણ બાકી રહેલા તબક્કા પૂર્ણ થઈ જશે.. ચોથી જૂનના રોજ પરિણામ આવવાનું છે.. ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા.. 

ગુજરાતમાં આવી ઘટનાઓ નથી બનતી જેમાં...

ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગ જેવી ઘટનાઓ નથી બનતી.. પરંતુ સંતરામપુરથી બૂથ કેપ્ચરિંગની ઘટના સામે આવી... વિજય ભાભોર નામનો વ્યક્તિ નશાની હાલતમાં પોલીંગ બૂથ સુધી પહોંચે છે અને ત્યાંથી ઈન્સ્ટાગ્રામ લાઈવ કરે છે... વીડિયોમાં તે ગાળો બોલી રહ્યો છે. અહીંયા તો એક જ ચાલે... વગેરે વગેરે બોલે છે... સામાન્ય રીતે ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય તેવું નથી.. દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં આવી ઘટનાઓ બને છે. બૂથ કેપ્ચરિંગ થાય છે, પોલીંગ બૂથ પર દાદાગીરી કરવામાં આવે છે. 


દારૂના નશાની સાથે સાથે સત્તાનો નશો પણ દેખાયો!

પરંતુ આવી ઘટનાઓ ગુજરાતમાં નથી બની એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ગુજરાતને ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.. વિજય ભાભોર વીડિયોમાં બીજેપીનું નામ લઈ રહ્યો છે. બીજેપી સત્તામાં છે એનો મતલબ એ નથી કે કોઈ પણ બીજેપીના નામ પર આવું કૃત્ય કરી શકે છે.. દારૂનું તો નશો છે પરંતુ તેની સાથે સાથે તેને સત્તાનો નશો પણ છે..! બીજેપીની છબી ખરાબ કરશે?

ભાજપના ટોચના નેતાઓને સમજાવું પડશે કાર્યકર્તાઓને કે ભાજપમાં હોવાનો  અર્થ એ નથી કે તમને ગુન્હો કરવાનો અધિકાર મળી જાય... દેશના અનેક રાજ્યોમાં આવી ઘટનાઓ બનતી હોય છે પરંતુ ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી નથી ત્યારે સવાલ એ થાય કે સંતરામપુરમાં બનેલી ઘટના બીજેપીની છબી ખરાબ કરશે? એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું તો બીજી તરફ ઝાડને કાપવામાં આવી રહ્યા છે. પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે.. પ્રદૂષણ ઘટે તે માટે વધારેમાં વધારે વૃક્ષો વાવા જોઈએ તેવી વાતો સાંભળી હશે

દેશમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો મતદાનનો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન બોગસ વોટિંગ કરતો એક યુવાન પોતાના સોશિયલ મીડિયા પર તે વીડિયો મૂકે છે અને બતાવે છે કઈ રીતે એ 8 વારએ મતદાન કરે છે..

ગુજરાત જાણે અગનભઠ્ઠામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.. ગરમીનું તાપમાન પ્રતિદિન વધી રહ્યું છે જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. ગરમી ક્યારે ઓછી થાય તેની રાહ જોઈ રહ્યા છે. અનેક જિલ્લાઓ માટે ઓરન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત એટીએસ દ્વારા ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે.. અમદાવાદ એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી મૂળ શ્રીલંકન અને આઈએસઆઈએસ સાથે જોડાયેલા આતંકીઓને ઝડપી પાડ્યા છે.