રાજકોટમાં સ્ટેજ પર રૂપાણીએ પાટીલની કરી અવગણના, બંને દિગ્ગજો વચ્ચેનો ખટરાગ જાહેરમાં જોવા મળ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 20:08:59

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપના નેતાઓ વચ્ચે ખટરાગ પણ જાહેરમાં જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા ભાજપમાં પણ ધમાસાણ પણ તેજ થઇ રહી છે.  ભાજપનાં નેતાઓના આંતરિક વિખવાદ હવે ન માત્ર ચરમસીમાએ પહોંચ્યા છે પરંતુ ખુલીને આ નેતાઓ તેને વ્યક્ત કરતા પણ ખચકાતા નથી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચેનો આંતરકલહ જાણીતો છે. આજે રાજકોટમાં તેની એક ઝલક જોવા મળી હતી.


રાજકોટની જનસભામાં VRએ CRની કરી અવગણના


પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચેનો કલેશ ફરી એકવાર જાહેરમાં જોવા મળ્યો હતો. આજે વડાપ્રધાન મોદી રાજકોટમાં એક વિશાળ જનસભા સંબોધિત કરી રહ્યા હતા. જો કે આ જનસભા પહેલા તમામ પદાધિકારીઓ સ્ટેજ પર હાજર રહ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સ્ટેજ પર હાજર હતા. સી.આર પાટિલને આવકારવા માટે સ્ટેજ પર ઉપસ્થિત સાંસદ મોહન કુંડારીયા, સાંસદ રામ મોકરીયા, સાંસદ વિનોદ ચાવડા, મંત્રી અરવિંદ રૈયાણી, ધારાસભ્ય સહિતના નેતાઓ અને પદાધિકારીઓ ઉભા થઇને અભિવાદન કરવા માટે એક પછી એક તેમની પાસે ગયા હતા. જો કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એકમાત્ર તેમની જગ્યા પર જ બેઠા રહ્યા હતા. પાટિલને મળવા માટે ઊભા પણ થયા ન હતા. વિજય રૂપાણીએ પાટિલ સામે નજર પણ મિલાવી ન હતી. જાણે પાટિલ કોઇ મગતરું હોય તે પ્રકારે સંપુર્ણ અવગણના કરી હતી.


વિજય રૂપાણી અને પાટીલ વચ્ચે મનમેળ કેમ નથી?


ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ વિજય રૂપાણી અને સી આર પાટીલ  વચ્ચે મનમેળ ન હોવાનું કારણ જાણીતું છે. મુખ્યમંત્રી તરીકેની વિજય રૂપાણીની કારકિર્દી ખતમ કરવામાં પાટિલનો હાથ હોવાનો સુત્રોનો દાવો છે. તે ઉપરાંત રૂપાણી પોતે વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા હોવા છતા પાટિલની ઇચ્છાથી રાજ્યમાં તેમનું પત્તુ કાપવા માટે પંજાબના ઓબ્ઝર્વર બનાવી દેવામાં આવ્યા છે.



અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નડિયાદ પાસે ટ્રેન્ડરની પાછળ ગાડી ઘૂસી જતા દુર્ઘટના સર્જાઈ અને આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થઈ ગયા છે.

ગુજરાતમાં ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે, ભાજપના અનેક કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. અનેક ઉમેદવારો ભાવુક પણ થઈ ગયા હતા. શું ચૂંટણી પહેલા શરૂ થઈ ગયું આંસુ પોલિટિક્સ?

ભરૂચ લોકસભા બેઠક પર ભાજેપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપી છે. ચૈતર વસાવાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ છે. અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવતી હોય છે. આજે સમજીએ મહેસાણા અને અમદાવાદ પૂર્વના સમીકરણોને.