મોરબીના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા માટે વિજય રૂપાણીએ કર્યો પ્રચાર, કહ્યું આ ચૂંટણી....


  • Published By :
  • Published Date : 2022-11-15 11:56:19

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ ભાજપ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા અનેક નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેઓ ઉમેદવારી નથી નોંધાવી રહ્યા પરંતુ પાર્ટી અને ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે. મોરબી ખાતે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શનળા રોડ પર સરદાર બાગ નજીક આ કાર્યાલયોનો પ્રારંભ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. વિજય રૂપાણીએ કહ્યું કે ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે. ઉપરાંત કોંગ્રેસ માટે તેમણે કહ્યું કે કોંગ્રેસ ન માત્ર ગુજરાતમાં પરંતુ આખા દેશમાંથી ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે.    

gujarat elections vijay rupani address in morbi kanti amrutiya jansabha

પોતાના સંબોધનમાં કર્યો અયોધ્યાનો ઉલ્લેખ 

વિધાનસભા ચૂંટણી પૂર્વે દરેક પાર્ટી પોતાનો તેમજ ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને જીતાડવા તંતોડ મહેનત કરી રહી છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરે તે પહેલા પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી હતી. તેઓ ભલે ચૂંટણી નથી લડવાના પરંતુ તેઓ પાર્ટી અને ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે મોરબી ખાતે વિજય રૂપાણી મોરબીના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે નિવેદન આપતા કહ્યું કે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નથી પરંતુ આ ચૂંટણી અયોધ્યામાં રામ મંદિર બનાવનારા અને રામ મંદિરને અટકાવનારાએ વચ્ચેની છે. 

Kantilal Amrutiya - ವಿಸ್ತಾರ ನ್ಯೂಸ್

ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે - વિજય રૂપાણી 

વધુમાં તેમણે કહ્યું હતું કે ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે. કલમ 370નો પણ તેમણે પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ચૂંટણી કાશ્મીરમાં 370ની કલમ હટાવનાર અને કલમ ન હટાવવાની લાગણી રાખનાર વચ્ચે છે. આટલું કહ્યા પછી કોંગ્રેસ પર સીધા પ્રહાર કર્યા હતા અને કહ્યું કે કોંગ્રેસ ન માત્ર ગુજરાતમાં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ખતમ થઈ રહી છે. કોંગ્રેસ દિશાહીન છે, તેની પાસે ચૂંટણીના કોઈ મુદ્દા નથી.

bjp: Discontent among those denied tickets; four quit BJP in Gujarat - The  Economic Times

રૂપાણીએ આપ્યું નવું સૂત્ર

ભાજપે મોરબી માટે કાંતિભાઈ અમૃતિયાને ટિકિટ આપી છે. એવું માનવામાં આવી રહ્યું છે કાંતિભાઈ અમૃતિયાએ દુર્ઘટના વખતે કરેલી કામગીરીને ધ્યાનમાં રાખી પાર્ટીએ તેમને ટિકિટ આપી છે. ઉપરાંત વિજય રૂપાણીએ 'યુવાનો કો કામ, અયોધ્યામે રામ, કિસાનોકો સહી દામ' સૂત્ર પણ આપ્યું.   




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"