અરવિંદ કેજરીવાલના પોસ્ટર પર વિજય રૂપાણીની પ્રતિક્રિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 16:45:05

ગુજરાતમાં આજનો સૌથી વધુ ચર્ચિત મુદ્દો છે અરવિંદ કેજરીવાલનું પોસ્ટર. ચૂંટણી નજીક આવતા ધર્મની રાજનીતિનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ઠેર ઠેર અરવિંદ કેજરીવાલના પોસ્ટર લાગ્યા છે. જેમાં તેમને હિંદુ વિરોધી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોસ્ટર પર અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. ત્યારે પોસ્ટર પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપી છે.


આપને રૂપાણીએ ગણાવી લાલચુ પાર્ટી

પોતાની પાર્ટી જ સારી છે અને બીજી પાર્ટી  ખોટી અને ખરાબ છે તેવી વાતો હાલ ખૂબ સામાન્ય બની ગઈ છે. તેમાં પણ ચૂંટણીનો સમય નજીક હોય ત્યારે આવી વાતો ખૂબ સાંભળવા મળે છે. પોસ્ટર પર  પ્રતિક્રિયા આપતી વખતે રૂપાણીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ખૂબ જ સ્પષ્ટ વાત છે આમ આદમી પાર્ટીનું પોઠ ખૂલતું જાય છે. આમ આદમી પાર્ટી એક ખોટા વાયદા અને જુઠ્ઠી વાત અને કોઈ પણ ભોગે સત્તા પ્રાપ્ત કરવા વાળી સત્તા લાલચુ પાર્ટી છે. 

Vijay Rupani Resign: Why Vijay Rupani may have resigned as Gujarat CM and  who could be his successor | India News - Times of India

આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર

વધુમાં તેમણે કહ્યું કે આજે ભારતમાં હિન્દુ ઘર્મ વિરૂદ્ધ વાત કરી રહ્યા છો તેનો મતલબ છે તે શું કરવા માંગો છો અને ભવિષ્યમાં શું વિચારી રહ્યા છો તે હિંદુ સમાજ જાણી ગયો છે.આમ આદમી પાર્ટીને જડબાતોડ જવાબ આવનારી ચૂંટણીમાં આપશે. આમ આદમી પાર્ટીના ચીથરા કાઢશે અને 2/3 બહુમતીથી સરકાર બનાવીશું.     .     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે