WFI : Vinesh Phogatએ ખેલ રત્ન અને Arjun Award પરત કર્યો, PMO જતા રોક્યા તો રસ્તા પર એવોર્ડ મૂકી રવાના થયા! જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-01 09:55:22

થોડા સમય પહેલા સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી. બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના મનાતા સંજયસિંહ WFIના પ્રમુખ બન્યા તે બાદ આ આખો મુદ્દો ફરી એક વખત ઉઠ્યો. સાક્ષી મલિકના સમર્થનમાં અનેક કુસ્તીબાજો આવ્યા અને એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી. તમાં બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટે આ અંગેની જાહેરાત કરી છે. થોડા સમય પહેલા વિનેશ ફોગાટે એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી, 30 ડિસેમ્બરે વિનેશ ફોગાટ અવોર્ડ પરત કરવા માટે પીએમઓ જઈ રહી હતી. પરંતુ તે પહેલા જ પોલીસ તેમને રોકી દે છે અને તે બાદ તે તેમણે પોતાનો એવોર્ડ બેરિકેડ્સ પાસે મૂકી દીધા.     

સંજયસિંહની વરણી પ્રમુખ પદ ઉપર થતા કુસ્તીબાજો હતા નારાજ

કુસ્તીબાજો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા. બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવ્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી થાય તે માટે દિલ્હીના જંતરમંતર ખાતે તેમણે આંદોલન પણ કર્યા, ધરણા કર્યા. અનેક દિવસો સુધી પોતાની માગ સાથે તેઓ ત્યાં બેઠા હતા. તે બાદ બેઠકોનો દોર થયો અને તે બાદ કુસ્તીબાજોએ આંદોલન સમેટ્યું. પરંતુ ફરીથી આ વિરોધ શરૂ થયો જ્યારે બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવતા સંજયસિંહ WFIના અધ્યક્ષ બન્યા. 

સાક્ષી મલિકે કુસ્તી છોડી તો અનેક પહેલવાનોએ એવોર્ડ પરત કર્યા 

પ્રમુખ પદે તેમની જીત થતાં કુસ્તીબાજોમાં નારાજગી જોવા મળી હતી. આ બાદ સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી તે બાદ અલગ અલગ કુસ્તીબાજોએ પોતાના એવોર્ડ પરત આપવાની જાહેરાત કરી. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ જેવા કુસ્તીબાજોએ પીએમ મોદીને પત્ર લખ્યો અને આ  અંગેની જાહેરાત કરી. વિનેશ ફોગાટ જ્યારે પોતાના એવોર્ડને પરત આપવા માટે ગયા ત્યારે તેમને કડવો અનુભવ થયો! એવોર્ડ આપવા જ્યારે વિનેશ ફોગાટ પહોંચે તે સમયનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમની પોલીસ સાથે બહેસ થાય છે. વિનેશ પોલીસને કહી રહી છે જે જો રોકવું છે તો તેમનો એવોર્ડ તે પીએમઓ સુધી પહોંચાડી દે. 

બજરંગ પુનિયાએ પદ્મ શ્રી એવોર્ડ કર્યો પરત 

વિનેશ ફોગાટ પહેલા બજરંગ પુનિયાએ પોતાનો એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી. ભારતીય કુસ્તી સંઘ ચૂંટણીના પરિણામ 21 ડિસેમ્બરે આવ્યા હતા. સંજયસિંહની પસંદગી અધ્યક્ષ તરીકે કરવામાં આવતા કુસ્તીબાજોમાં રોષ જોવા મળ્યો હતો. આ પરિણામની બીજા દિવસે બજરંગ પુનિયાએ પોતાન  એવોર્ડ પરત આપવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. બજરંગ પુનિયા પોતાનો પદ્મ શ્રી એવોર્ડ આપવા માટે દિલ્હી સ્થિત પીએમ આવાસની બહાર પોતાનો એવોર્ડ પરત કરી નારાજગી વ્યક્ત કરી હતી.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે