Manipurમાં હિંસા ફરી ભડકી ઉઠી! સુરક્ષાબળ અને ભીડ વચ્ચે થઈ અથડામણ, જાણો Manipurની હાલની સ્થિતિ અંગે


  • Published By :
  • Published Date : 2023-08-04 12:01:53

મણિપુરમાં સ્થિતિ શાંત થવાની બદલીમાં બેકાબુ બની રહી છે. અનેક મહિનાઓથી ચાલતી હિંસાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં હિંસા ફરી ભડકી ઉઠી અને સુરક્ષાકર્મીઓ અને ભીડ વચ્ચે અથડામણ સર્જાઈ છે. સેનજામ ચિરાંગ સહિતના વિસ્તારોમાં અશાંતિ ફરી ફેલાઈ ગઈ છે. અથડામણમાં સુરક્ષાકર્મીઓ સહિત બે જેટલા લોકો ઘાયલ થયા છે. પરંતુ મળતી માહિતી અનુસાર એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે. અથડામણ કયા કારણોસર થઈ તે પોલીસે જણાવ્યું અને કહ્યું કે ભીડે બિષ્ણુપુરના કીરેનફાબી અને થંગલાવઈ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને ત્યાં રહેલા હથિયારો, બારૂદ સહિતની વસ્તુને ત્યાંથી ઉઠાવી લઈ ગયા. જ્યારે તે વસ્તુને ભીડથી ખેંચવાની કોશિશ કરી તે સમયે હિંસક અથડામણ થઈ હતી.    

ત્રણ મહિના વિતી ગયા પરંતુ પરિસ્થિતિ ઠેરની ઠેર....

દેશના અનેક રાજ્યો છે હિંસાની આગમાં બળી રહ્યા છે. પહેલા મણિપુરની ચર્ચાઓ થતી હતી, તે બાદ હરિયાણામાં ફાટી નીકળેલી હિંસાની ચર્ચાઓ થવા લાગી. આપણે ત્યાં ચર્ચા ભલે ઓછી થઈ ગઈ પરંતુ મણિપુરમાં સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી. મણિપુરમાં હિંસા ફરી ફાટી નીકળી છે. 3 ઓગસ્ટના રોજ મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને 3 મહિના પૂર્ણ થઈ ગયા છે. ત્રણ મહિના પૂર્ણ થઈ ગયા છે પરંતુ સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. હિંસાની સ્થિતિમાં કોઈ બદલાવ નથી આવ્યો. 



સુરક્ષાબળ અને ભીડ વચ્ચે થઈ અથડામણ

છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત વાતાવરણ તંગ થઈ ગયું છે. પોલીસ સ્ટેશનમાં રાખેલા હથિયાર, બારૂદને લેવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે ફરી એક વખત આવી ઘટના બની છે. બિષ્ણુપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો અને મૈતેઈ સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સુરક્ષાબળો અને ભીડ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા છે. ભીડ પર કાબુ મેળવવા માટે સુરક્ષાબળો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું ઉપરાંત ટીયર ગેસ પણ છોડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર સુરક્ષાબળો અને ભીડ વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 17 જેટલા લોકો ઘાયલ થયા છે. 


સંસદમાં નથી થતી મણિપુરને લઈ ચર્ચા 

મહત્વનું છે કે મણિપુરનો મુદ્દો જ્યારે જ્યારે સંસદમાં ઉઠે છે ત્યારે ત્યારે હોબાળો થાય છે. પીએમ મોદી દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અથવા તો કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જેને લઈ એવું લાગે કે તે મણિપુરમાં ભડકેલી હિંસાને લઈ ગંભીર નથી. પીએમ મોદી મણિપુર મામલે કોઈ કાર્યવાહી કરે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. સંસદમાં મણિપુર મુદ્દે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી. વિપક્ષ પણ કહે છે કે તે ચર્ચા માટે તૈયાર છે, સરકાર પણ કહે છે કે તે ચર્ચા માટે તૈયાર છે. બધા તૈયાર છે તેમ છતાંય સંસદમાં આટલા દિવસો વિત્યા છતાંય હિંસા શાંત નથી થઈ. મણિપુરમાં ભડકેલી હિંસા ક્યારે શાંત થશે તેનો જવાબ મળે તે માટે સૌ કોઈ તત્પર છે. એવું ન થાય કે ઈગોમાંને ઈગોમાં મણિપુર બળીને ખાખ થઈ જાય....   



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.