વિપુલ ચૌધરીની ધરપકડ: વિધાનસભા ચૂંટણીમાં આંજણા ચૌધરી સમાજ કોની પડખે રહેશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 12:08:51

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની એસીબીએ  દૂધસાગર ડેરીમાં 800 કરોડના કૌભાંડના આરોપ હેઠળ ધરપકડ કરતા ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં મહેસાણાના બાસણામાં આંજણા ચૌધરી સમાજનું મહાસંમેલનમાં યોજાયું હતું તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અર્બુદા સેના દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ચૌધરી સમાજે એકસુરમાં વિપુલ ચૌધરીની ધરપકડનો વિરોધ કર્યો હતો. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડથી ભાજપને કેટલો ફટકો પડી શકે છે તે અંગે રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. જો કે એ વાત તો નક્કી છે કે ચૌધરી સમાજમાં જે પ્રકારનો આક્રોષ છે તે જોતા ભાજપને આગામી વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન તો ચોક્કસ થશે. 


ઉત્તર ગુજરાતની 32 સીટો પર ચૌધરી સમાજનો મત મહત્વનો 


ઉત્તર ગુજરાતના રાજકારણથી સારી રીતે વાકેફ રાજકીય નિષ્ણાતો અને પત્રકારોના મતે વિપુલ ચૌધરીની ધરપકડથી પેદા થયેલા રોષને જો ચૂંટણી પહેલા ઠારવામાં નહીં આવે તો કોંગ્રેસનો ચોક્કસપણે ફાયદો થઈ શકે છે. ઉત્તર ગુજરાતની 32માંથી 25 બેઠકો પર ભાજપને ફટકો પડી શકે છે. ચૌધરી સમાજ મોટાભાગે સામાજીક આગેવાનોને અનુસરતો હોય છે. અને તેમની એક હાંકલથી સમાજના લોકો જે તે પક્ષને મતદાન કરતા હોય છે. આ વખતે આંજણા ચૌધરી સમાજના આગેવાનો ભાજપની વિરૂધ્ધ જોવા મળી રહ્યા છે. યુવાનોમાં પણ ભાજપ પ્રત્યે અસંતોષ જોવા મળે છે. ઉત્તર ગુજરાતની માણસા, ખેરાલુ, વિસનગર, થરાદ, વાવ, ધાનેરા, દિયોદર, રાધનપુર, વડગામ, બહુચરાજી, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, ચાણસ્મા, ડીસા, વિજાપુર, ઉંઝા, પાલનપુર, કાંકરેજ, પાટણ, સિધ્ધપુર, ઈડર, ગાંધીનગર નોર્થ, ગાંધીનગર સાઉથ,  મોડાસા, દહેગામ, પ્રાંતિજ સહિતની વિધાનસભા સીટ પર ચૌધરી સમાજ વર્ચસ્વ ધરાવે છે. 


32 બેઠકો પર અર્બુદા સેના લડી લેવાના મૂડમાં


વિપુલ ચૌધરીની ધરપકડનો સૌથી વધુ વિરોધ અર્બુદા સેના કરી રહી છે. અર્બુદા સેના દ્વારા ઉત્તર ગુજરાતમાં ઠેર-ઠેર રેલીઓ યોજવામાં આવી રહી છે અને ચૌધરી સમાજને એકઠો કરવામાં આવી રહ્યો છે. અર્બુદા સેના દ્વારા 32 બેઠકોના પરિણામ બદલી નાખવાનો પડકાર આપવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી 2022માં ચૌધરી સમાજ અનેક બેઠકો પર અસર પહોંચાડી શકે છે અને વિરોધીના વોટ શેરિંગ ઘટાડી શકે છે. જેમાં માણસા, ખેરાલુ, વિસનગર, થરાદ, વાવ, ધાનેરા, દિયોદર, રાધનપુર અને વડગામમાં 5 ટકાથી વધુ ચૌધરી મતદારો છે. આ ઉપરાંત અન્ય 16 બેઠકો પર પણ ક્યાંકને ક્યાંક ચૌધરી સમાજ પક્ષનું ગણિત બગાડી શકે છે.


ઉત્તર ગુજરાતમાં ભાજપનો વોટ શેર સતત ઘટી રહ્યો છે


ઉત્તર ગુજરાતના મતદારોનું વલણ જાણવું હોય તો પાછલી ચૂંટણીઓમાં ભાજપને મળેલા મતો પર એક નજર કરવા જેવી છે. આ વોટ શેરિંગ જોઈ તો સ્પષ્ટપણે જણાય છે ઉત્તર ગુજરાતના મતદારો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકોમાંથી ભાજપને 14 બેઠકો મળી હતી એટલે કે 2012ની સરખામણીએ ભાજપને એક બેઠકનું નુક્સાન થયું હતું. જ્યારે કોંગ્રેસને 17 બેઠકો મળી હતી અને વડગામમાં જીજ્ઞેશ મેવાણી અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વોટ શેરિંગ જોઈએ તો થરાદમાં 2012માં ભાજપને 42.35 ટકા મત મળ્યા હતા જે 2017માં ઘટીને 38.75 ટકા થયા હતા એટલે કે આ બેઠક પર ભાજપનું વોટ શેરિંગ 3.6 ટકા ઘટ્યું હતું. તે જ રીતે ચાણસ્મામાં 10.57 ટકા, ખેરાલુમાં 12.36 ટકા, વિસનગરમાં 5 ટકા અને મહેસાણામાં 6.11 ટકા વોટ શેરિંગનો ઘટાડો જોવા મળ્યો હતો.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.