રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી વિરૂધ્ધ કાયદાનો ગાળિયો કસાયો છે. હજુ એક દિવસ પહેલા જ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી અડધી રાત્રે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી. આજે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. જોકે પોલીસે તો 10 દિવસના રિમાંડની માંગણી કરી હતી. હવે વિપુલ ચૌધરી 23 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધી પોલીસના રિમાન્ડમાં રહેશે. રિમાન્ડ દરમિયાન પોલીસ વિપુલ ચૌધરીને 800 કરોડના કૌભાંડ અંગે સઘન પૂછપરછ કરશે
કોર્ટની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા
વિપુલ ચૌધરીને કોર્ટમાં રજૂ કરાયા તે સમયે અર્બુદા સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં કોર્ટની બહાર એકઠા થયા હતા, જેને ધ્યાનમાં રાખીને પોલીસ વિપુલ ચૌધરીને કોર્ટના પાછળના દરવાજેથી લઈ ગઈ હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા. અર્બુદા સેનાના કાર્યકરોનો જમાવડો થયો હોવાથી કોર્ટ પરિસરમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિપુલ ચૌધરીને 7 દિવસના રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યા બાદ મહેસાણા, ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણમાં રાજકારણ ગરમાયું.
રિમાન્ડના ઘેરા પ્રત્યાઘાત પડ્યા
વિપુલ ચૌધરીની ધરપકડથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં રોષની લાગણી ફરી વળી છે. ચૌધરી સમાજના અગ્રણી નેતા વિપુલ ચૌધરી સાથે કાજકીય રીતે દ્રેષભાવ રખાતા હોવાના આરોપ થઈ રહ્યા છે. મહેસાણા, હિંમતનગર વિસનગર,વડગામ,દિયોદર,દાતા,વડગામ,ધાનેરા,વાવ અને ડીસા સહિતના શહેરોમાં અર્બુદા સેનાના નેજા હેઠળ રેલી યોજાઈ હતી જેમાં ચૌધરી આંજણા સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ચૌધરી સમાજના આગેવાનોએ વિપુલ ચૌધરીને છોડવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
                            
                            





.jpg)








