વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ, લડી શકે છે વિસનગરથી ચૂંટણી


  • Published By :
  • Published Date : 2022-11-11 11:54:35

ભાજપમાંથી અલવિદા કહી અનેક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભાજપના નેતા રહી ચૂકેલા વિપુલ ચૌધરી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અને તેઓ આમ આદમી પાર્ટીથી દાવેદારી નોંધાવશે  તેવી જાહેરાત મહેસાણા જિલ્લાના અર્બુદા સેનાના મહામંત્રી રાજુ ચૌધરી દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી વિસનગર અનુસાર તેઓ વિસનગરથી ઉમેદવારી નોંધાવી શકે છે. 

વિપુલ ચૌધરી સામેની ફરિયાદમાં માત્ર 4 કંપનીનો જ ઉલ્લેખ, 31નો કેમ નહીં? |  નવગુજરાત સમય

વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે - રાજુ ચૌધરી 

આમ આદમી પાર્ટી પોતાા પ્રચારમાં વ્યસ્ત થઈ છે. પોતાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અનેક નેતાઓ ભાજપ અને કોંગ્રેસને અલવિદા કહી આપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે વિપુલ ચૌધરી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. અને વિસનગરથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે તેવી માહિતી મળી રહી છે. મહેસાણા જિલ્લા અર્બુદા સેનાના મહામંત્રીએ જાહેરાત કરતા તેમણે કહ્યું કે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે અને 15 તારીખે તેઓ ચૂંટણી લડવાની જાહેરાત કરવાના છે.

Nikhil Patel on Twitter:

વિસનગરમાં થશે વિપુલ અને ઋષિકેશ વચ્ચે ટક્કર

મહત્વનું છે અર્બુદા સેનાએ પહેલા જ વિપુલ ચૌધરીનું સમર્થન કરી દીધું છે. પરંતુ તે સાચે આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે કે નહીં તેની સત્તાવાર જાણકારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી નથી. ગોપાલ ઈટાલિયાએ માત્ર એટલું કહ્યું હતું કે તે આપમાં જોડાઈ શકે છે. જો વિપુલ ચૌધરી વિસનગરથી ઉમેદવારી નોંધાવશે તો તેમની સીધી ટક્કર વિસનગરના ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સાથે થશે. ત્યારે સાચે વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે કે કેમ અને મહેસાણાથી ચૂંટણી લડશે કે કેમ તે સમય બતાવશે.            




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે