વિરાટ કોહલી-અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બન્યા, અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો


  • Published By :
  • Published Date : 2024-02-20 21:51:15

ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ ફેન્સને જબરદસ્ત ખુશખબર આપી છે. આ કપલ તેમના બીજા બાળકના માતા-પિતા બન્યા છે. અનુષ્કાએ પુત્રને જન્મ આપ્યો છે. બંનેએ એક નિવેદન જારી કરીને આ ખુશખબરની જાહેરાત કરી હતી. આ સમાચાર મળ્યા બાદ બંનેને સેલેબ્સ અને ફેન્સ તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે.


વિરાટ-અનુષ્કા બીજી વખત પેરેન્ટ્સ બન્યા


વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અભિનેત્રી તેના બીજા બાળક સાથે ગર્ભવતી છે. જોકે બંનેએ આ વાતની પુષ્ટિ કરી નથી. થોડા સમય પહેલા સાઉથ આફ્રિકાના ક્રિકેટર એબી ડી વિલિયર્સે એક ઈન્ટરવ્યુ દરમિયાન બંનેના આ રહસ્યનો ખુલાસો કર્યો હતો. ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગર્ભાવસ્થાની અફવાઓમાં ખરેખર સત્ય છે.


બીજા બાળકના આગમનની જાહેરાત કરી

આજે બંનેએ પોતે જ તેમના બીજા બાળકના આગમનની જાહેરાત કરી છે. દંપતીએ તેમનું જોઈન્ટ નિવેદનમાં લખ્યું, 'અત્યંત આનંદ અને પ્રેમ સાથે, અમે તમને ખુશખબર આપી રહ્યા છીએ કે 15 ફેબ્રુઆરીના રોજ અમારા ઘરે એક દીકરા અને પુત્રી વામિકાના નાના ભાઈ અકાયનો જન્મ થયો છે. અમે આ સમયે તમારા આશીર્વાદ અને શુભકામનાઓ ઈચ્છીએ છીએ. અમે તમને અમને પ્રાયવસી આપવા માટે પણ વિનંતી કરીએ છીએ. પ્રેમ, વિરાટ અને અનુષ્કા.'



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .