મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકા વિકાસ અધિકારી મહિલા કર્મચારી પર વિફર્યા, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-11-03 18:14:13

રાજ્યના સરકારી અમલદારોની તોછડાઈથી સો કોઈ વાકેફ છે. રાજ્ય સરકારના ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા અમલદારો તેમના હાથ નીચેના કર્મચારીઓ પર સતત રોફ ઝાડતા રહે છે. મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના TDO અશ્વિન પંડ્યાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે હંગામી મહિલા કર્મચારી સાથે બીભત્સ વર્તન કરતા જોવા મળી રહ્યા છે. આ મહિલા કર્મચારીએ રજા માટે વિનંતી કરી તો તેમની રજા અરજી ફગાવી દઈને તાલુકા વિકાસ અધિકારીએ તેમની સાથે ગાળાગાળી કરી હતી. ઉલ્લેખનિય છે કે હાલ આ TDOની બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી થઈ ગઈ છે અને આ વીડિયો પણ 20 દિવસ જુનો હોવાનું કહેવાય છે.


મહિલા કર્મચારીએ રજા માગતા TDO વિફર્યા


મનરેગામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી માંદગીની રજા બાદ હાજર થયા ત્યારે TDO અશ્વિન પંડ્યાએ તેમનો ઉધડો લીધો હતો. તેમણે મહિલા કર્મચારીનો રજા રિપોર્ટ ફગાવી દઈને બેફામ ગાળાગાળી કરી હતી. ઉચ્ચ અધિકારીએ એક મહિલા સાથે ગલીના મવાલીને પણ શરમાવે તેવી ભાષા વાપરી હતી. આ મહિલા લાચાર બનને તેમની ગાળો સાંભળતા જોવા મળે છે, હાલ તો આ TDO અશ્વિન પંડ્યા સાહેબની બદલી થઈ ગઈ છે, પણ તેમનો આ ગાળાગાળીનો વીડિયો મહીસાગર જિલ્લામાં ખૂબ વાયરલ થયો છે. લોકો તે સાંભળીને TDO સાહેબ પર ફિટકાર વરસાવી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર મહિલાઓના માન સન્માન માટે અનેક કાર્યક્રમો કરી રહી છે ત્યારે આવા અધિકારીઓ મહીલાઓ સાથે અસભ્ય વર્તન કરી રહ્યા છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે