વિષ્ણુ દેવ સાય બન્યા છત્તીસગઢના નવા CM,ધારાસભ્યોની બેઠકમાં લેવાયો સર્વાનુમતે નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-12-10 16:57:10

છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. વિષ્ણુ દેવ સાયને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવ્યા છે. ભાજપે મોટો દાવ ખેલતા એક આદિવાસી નેતાને રાજ્યનો ચહેરો બનાવ્યો છે. રવિવારે, ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવા ચૂંટાયેલા 54 ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક ધારાસભ્ય દળના નેતાની પસંદગી માટે યોજાઈ હતી. આ બેઠક બાદ રાજ્યના આગામી મુખ્યમંત્રીને લઈને અનિશ્ચિતતાની સ્થિતિનો અંત આવ્યો છે. ભાજપે ગયા મહિને વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી ન હતી, જેના કારણે મુખ્યમંત્રી કોણ હશે તેની અટકળો તેજ બની હતી.


કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં થઈ પસંદગી


ભાજપ કાર્યાલય કુશાભાઉ ઠાકરે સંકુલમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવાયો ત્યારે કેન્દ્રીય નિરીક્ષકો અર્જુન મુંડા, સર્બાનંદ સોનોવાલ, દુષ્યંત ગૌતમ. ઉપરાંત છત્તીસગઢ ભાજપના પ્રભારી ઓમ માથુર પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય નિરીક્ષકો સવારે નવ વાગ્યે રાયપુર પહોંચ્યા હતા. બપોરે 12 વાગ્યાથી સીએમના નામ પર ધારાસભ્યો સાથે વિચાર-મંથન ચાલ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય દળની બેઠકમાં સીએમના નામ પર નિર્ણય લેવામાં આવ્યા બાદ દિલ્હીથી મંજુરી મળી હતી. કારણ કે ભાજપ આદિવાસી નેતાને રાજ્યના મુખ્યમંત્રી બનાવશે તેવી અટકળો ચાલી રહી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે મહિલા નેતાને પણ તક મળી શકે છે. ઉલ્લેખનિય છે આ ચૂંટણીમાં ભાજપે કોઈ પણ રાજ્યમાં મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કર્યો નહોતો.


વિષ્ણુદેવની સાથે અન્ય નામો પણ ચર્ચામાં હતા


છત્તીસગઢના સીએમ પદ માટે ઘણા દાવેદારો હતા. રમણસિંહ પોતે તેમાં હતા. અરુણ સાવ, ઓપી ચૌધરી અને રેણુકા સિંહના નામ પણ સામેલ હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી વિષ્ણુ દેવ સાયની સાથે રેણુકા સિંહનું નામ આદિવાસી મુખ્યમંત્રી તરીકે આગળ ચાલી રહ્યું હતું. ઉલ્લેખનિય છે કે, છત્તીસગઢમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે અને તમામ અટકળોને પલટીને 54 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ 34 સીટો જીતી શકી હતી.



કેવી રહી છે રાજકીય સફર?


વિષ્ણુદેવે છત્તીસગઢની કુનકુરી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. જેમાં તેમણે કોંગ્રેસના ઉદ મિંજને હરાવ્યા હતા. વિષ્ણુદેવને 87604 વોટ અને ઉદ મિંજને 62063 વોટ મળ્યા હતા. વિષ્ણુદેવ છત્તીસગઢ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમણે આ જવાબદારી 2 વર્ષ અને 68 દિવસ સુધી નિભાવી હતી. તેઓ રાયગઢ બેઠક પરથી સાંસદ પણ રહી ચૂક્યા છે. વિષ્ણુદેવની રાજકીય સફર પર એક નજર કરીએ તો જૂન 2020માં ભાજપે સાયને છત્તીસગઢના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ ઓગસ્ટ 2022 સુધી આ પદ પર રહ્યા હતા. રાયગઢથી ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા (1999-2014). પ્રથમ નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. ભાજપે તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા ન હતા. આનું કારણ એ હતું કે છત્તીસગઢમાં, ભાજપે 2018 માં રાજ્યની વિધાનસભાની ચૂંટણી હાર્યા પછી તેના કોઈ પણ વર્તમાન સાંસદોને ચૂંટણી નહીં લડવા દેવાનો નિર્ણય લીધો હતો.


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે