અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે હવે વિશ્વ હિન્દુ પરિષદે ઝંપલાવ્યું, સરકારને આપી આ ગર્ભીત ચીમકી


  • Published By :
  • Published Date : 2023-03-10 18:23:45

સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઢ અંબાજી મંદિરમાં છેલ્લા 7 દિવસથી મોહનથાળનો પ્રસાદ બંધ છે. સરકારે મોહનથાળને બદલે ચીકીનો પ્રસાદ આપવાનો શરૂ કરતા માઈ ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે આ મુદ્દે વિશ્વ હિંદુ પરીષદે પણ ઝંપલાવ્યું છે.


VHPએ કર્યા ધરણા


VHPએ મોહનથાળનો પ્રસાદ ફરી આપવાની ઉગ્ર માંગણી કરી છે. મોહનથાળના પ્રસાદની માંગ સાથે મેદાનમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદ ઘરણા-પ્રદર્શનનું આયોજન કર્યું છે. પ્રસાદ બંધ કરવાના મામલે VHPના મંત્રી અશોક રાવલના નેતૃત્વમાં ઠેર ઠેર ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ ઉપરાંત રવિવારે રાજ્યના તમામ મંદિરોમાં મોહનથાળ પ્રસાદ વહેંચવાના VHP દ્વારા જાહેરાત કરાઈ છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યાત્રા સંઘો, સંતો,ભાવિ ભક્તોને આ ધરણાંમાં જોડાવા આહ્વાન કરાયું છે.


ભૂદેવોએ કલેક્ટર સમક્ષ કરી હતી રજુઆત


અંબાજી મંદિરમાં મા અંબેને મોહનથાળનો ભોગ લગાવ્યા બાદ 21 ભૂદેવો તે મોહનથાળનો પ્રસાદ લઈને અબોટીયું પહેરીને ગઈ કાલે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે નાયબ કલેક્ટરને મોહનથાળનો પ્રસાદ આપીને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી. ભૂદેવો જો તેમની માંગ નહિ સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે