Vadodara: વીટોજના ગ્રામજનોએ પ્રાથમિક શાળાની કરી તાળાબંધી, કારણ જાણી ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-08-25 21:05:27

રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તેનું એક કારણ શાળાઓમાં શિક્ષકોની ઘટ પણ છે. આ જ કારણે શિક્ષણ વ્યવસ્થાને લઈ જનાક્રોશ વધી રહ્યો છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વીટોજના ગ્રામજનો દ્વારા ગામની પ્રાથમિક શાળામાં તાળાબંધી કરી હતી. સાવલી તાલુકાના વીટોજ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 170 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આજ રોજ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા શાળાના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે પ્રાથમિક શાળાના આચાર્યને બદલવાની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો. શાળાને તાળાબંધી કરવામાં  આવતા જિલ્લાના પ્રાથમિક સંઘ પ્રમુખ રણજીત સિંહ પરમાર સહિત તાલુકા શિક્ષણ અધિકારી હેમંત માછી દોડતા થઈ ગયા છે.  


શાળામાં અપુરતી સુવિધાના કારણે આક્રોશ


સાવલી તાલુકાના વીટોજના ગ્રામજનોએ આ મામલે જણાવ્યું હતું કે, તેમના ગામની શાળામા સારું શિક્ષણ મળતું નથી. 8 ક્લાસ માટે માત્ર 4 જ શિક્ષકો છે. શાળામાં બાળકોને પીવાનું શુદ્ધ પાણી, ખોરાક અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા મળતી નથી. આ સાથે શાળામાં સ્વચ્છતાનો અભાવ છે.આ બાબતે અમે વારંવાર રજૂઆત કરી હતી. આમ છતાં અમારી રજૂઆત ધ્યાને ના લેવામાં આવતા આજે અમે શાળાને તાળાબંધી કરી છે. જ્યાં સુધી સારું શિક્ષણ તેમજ સારા શિક્ષકો નહી મળે ત્યાં સુધી શાળાને તાળાબંધી જ રહેશે. ગ્રામજનોએ આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજુઆત કરી હતી જો કે કોઈ પરિણામ ન આવતા અંતે તેમણે તાળાબંધીનું હથિયાર ઉગામ્યું હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે