વિવેક રામાસ્વામી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીની રેસમાંથી બહાર, આયોવા કોકસમાં ટ્રમ્પે હરાવ્યા


  • Published By :
  • Published Date : 2024-01-18 17:27:43

અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. રિપબ્લિકન પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ પોતાની ઉમેદવારી છોડી દીધી છે. 38 વર્ષીય ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીએ આ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પ સામે આયોવા કોકસ હાર્યા બાદ લીધો છે. બાયોટેક ઉદ્યોગસાહસિકે જણાવ્યું હતું કે તેઓ આયોવા લીડઓફ કોકસમાં નિરાશાજનક હાર બાદ રિપબ્લિકન નોમિનેશન માટેના તેમના અભિયાનને સમાપ્ત કરી રહ્યા છે. રામાસ્વામીએ કહ્યું, "હું આજે રાત્રે સત્યને વળગી રહીશ. સત્ય મારા માટે ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ મારે સ્વીકારવું પડશે.  મે તેના વિશે દરેક રીતે વિચાર્યું અને મને લાગે છે કે સત્ય એ છે કે અમે તે આશ્ચર્યજનક કામ કરી શક્યા નથી, જે અમે આજે રાત્રે આપવા માગતા હતા."


બની શકે છે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ


આયોવા કોકસમાં વિવેક રામાસ્વામીનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક હતું, જે પછી તેમણે ઉમેદવારી પાછી ખેંચી લેવાનું શ્રેષ્ઠ માન્યું. જો કે, લોકોએ તેમના માટે VP-VP ના નારા લગાવ્યા. આનો અર્થ એ થયો કે ભીડ ઇચ્છતી હતી કે રામાસ્વામીને ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવવામાં આવે. ન્યૂ હેમ્પશાયરમાં રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સ્ટેજ શેર કર્યું, જ્યારે ભીડે તેમના માટે VP-VP ના નારા લગાવવાનું શરૂ કર્યું. રામસ્વામીએ ટ્રમ્પના સમર્થનમાં ભાષણ પણ આપ્યું હતું. રામાસ્વામીનું ભાષણ પૂરું કર્યા બાદ ટ્રમ્પે તેમના વખાણ કર્યા અને કહ્યું કે તેઓ લાંબા સમય સુધી અમારી સાથે કામ કરશે. એટકિન્સન, ન્યૂ હેમ્પશાયરમાં ચૂંટણી ભાષણ આપતાં રામાસ્વામીએ કહ્યું, 'આ વ્યક્તિ (ટ્રમ્પ) આગામી રાષ્ટ્રપતિ બનશે.'



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે