ચૂંટણી પંચે આધાર અને ચુંટણીકાર્ડને લિંક કરવાની મંજૂરી આપી !


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-03-31 16:12:21

દેશમાં વધુ પારદર્શક રીતે ચુંટણી યોજાય તે માટે ઇલેક્શન કમિશને આધાર અને વોટર આઈ ડી કાર્ડને લિન્ક કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. દરેક ભારતીય નાગરિક પોતાના મતનો ઊપયોગ કરી શકે તે માટે ચુંટણી પંચે દરેક ભારતીય નાગરિકના આધાર કાર્ડ અને ચુંટણીકાર્ડ (EPIC) ને લિંક કરવાની મંજૂરી આપી છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, એટલે કે મતદારો પોતાની મરજીથી તેમના ચુંટણીકાર્ડને આધાર સાથે લિંક કરી શકે છે. મતદારોને પોતાના બંને IDને લિન્ક કરે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારી શકાય.ચૂંટણીમાં થતી ધાંધલીને અટકાવવા મદદરૂપ થશે. 

આધાર કાર્ડ સાથે મતદાર આઇ.ડી લિંક કરવાથી ડુપ્લિકેટ મતદાણ અટકાવી શકાશે. ઇલેક્શન વખતે એક જ વ્યક્તિના નામે અલગ અલગ જગ્યાએ અનેક મતદાર ઓળખ કાર્ડ જારી કરવામાં આવે છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયામાં મૂંઝવણ ઊભી થાય છે. હવે, જ્યારે મતદાર ઓળખપત્રને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે, ત્યારે ચૂંટણી પંચ સરળતાથી ડુપ્લિકેટ મતદારો શોધી શકશે અને સાચી યાદી તૈયાર કરી શકશે.



  ચૂંટણી પંચે ખાતરી આપી છે કે આધાર અને મતદાર આઇડીને લિંક કરતી વખતે ડેટા સુરક્ષા સંપૂર્ણપણે સુનિશ્ચિત કરવામાં આવશે. આધાર ડેટાનો ઉપયોગ ફક્ત મતદાર ઓળખ માટે જ કરવામાં આવશે અને અન્ય કોઈ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. મતદારોના ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કમિશને ઉચ્ચતમ સુરક્ષા ધોરણો અપનાવ્યા છે.

ઓનલાઈન લિંકિંગ કરવા માટે હાલ સુવિધા ઉપલબદ્ધ છે.તમે તમારા મતદાર આઇડીને આધાર સાથે લિંક કરવા માંગતા હોવ તો  ભારતના ચૂંટણી પંચની વેબસાઇટની  https://voters.eci.gov.in છે. અહીં તમારે તમારા મતદાર આઇ. ડીની વિગતો અને આધાર કાર્ડ નંબર ભરવો પડશે. આ પછી તમારું આધાર કાર્ડ તમારા મતદાર આઇ.ડી સાથે લિંક થઈ જશે. આ પ્રક્રિયા સરળ, ઝડપી છે અને ઘરેથી કરી શકાય છે.જો તમારી પાસે ઇન્ટરનેટની સુવિધા નથી અથવા ઓનલાઈન પ્રક્રિયામાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમે આધાર અને મતદાર ID ને ઓફલાઈન પણ લિંક કરી શકો છો. આ માટે તમારે તમારા નજીકના ચૂંટણી કાર્યાલય અથવા બૂથ લેવલ ઓફિસર (BLO) નો સંપર્ક કરવો પડશે. અહીં તમારે ફોર્મ 6 ભરવાનું રહેશે, જેમાં તમારે તમારા મતદાર ID અને આધાર કાર્ડની નકલો સબમિટ કરવાની રહેશે. આ પછી તમારું આધાર કાર્ડ મતદાર ID સાથે લિંક થઈ જશે. 






ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે