ખરાબ રોડ રસ્તાને લઈ મતદાતાઓને કરાયો કટાક્ષ! વીડિયો વાયરલ થયો જેમાં કહેવામાં આવી રહ્યું છે કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-27 14:13:51

વરસાદ બાદ શહેર હોય કે ગામડું હોય બંનેની પરિસ્થિતિ સરખી થઈ જાય છે, રસ્તા મામલે... કરોડોના ખર્ચે બનાવવામાં આવતા રસ્તાઓ પર પહેલા વરસાદ બાદ જ ખાડા પડવા લાગે છે..  આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

મતદારોને કર્યો જોરદાર કટાક્ષ!

શહેરોના રસ્તાઓ પર જાણે ખાડારાજ હોય તેવું ફીલ પણ થાય ઘણી વખત.. ખાડા જોઈને અનેક લોકો કહેતા હોય છે આ તો દર વખતનું રહ્યું.. જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ત્યારે રસ્તા પર રસ્તા કરતા ખાડા વધારે દેખાય છે... જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ગીત ગાઈને મતદારોને કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. ચવાણા, દારૂ તેમજ થોડા રુપિયામાં મતદાર પોતાના મતને વેચી નાખે છે તેની વાત જાણે કરતા હોય તેવું લાગે છે. જે વીડિયો વાયરલ થઈ હ્યો છે તે છત્તીસગઢના કોરબા જિલ્લાનો છે. તેમાં જે પરિસ્થિતિની વાત કરી છે તે આજે પણ લાગું થાય છે..



સમસ્યાને હસી કાઢવાની આદત આગળ જતા ભારે પડી શકે છે..!

નાગરિકોને, મતદારોને પણ સવાલ કરવો જોઈએ કે શું કામ જ્યારે  મતદાન કરવાનો મોકો મળે છે ત્યારે ગંભીર મુદ્દાઓ પર ધ્યાન નથી આપતા? દર ચોમાસામાં ખાડા જોવા માટે આપણે ટેવાઈ ગયા છે, ખાડા જોવાની જાણે આપણને આદત થઈ છે તેવું લાગે.. વર્ષોથી આપણને બધાને આ સમસ્યાઓને હસી કાઢવાની આદત પડી છે . અને એ હદ સુધી આપણે આપણું જે નાગરિકત્વ છે તેને મારીને , નીચોવીને મૂકી દીધું છે , કે આપણે ભૂલી ગયા છીએ કે આ સ્થિતિ માટે ઘણાખરા અંશે આપણે પોતે જવાબદાર છીએ. ત્યારે વીડિયો વિશે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો.. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.