Chhattisgarh અને Mizoramમાં શરૂ થયું મતદાન, જાણો કેટલા ટકા નોંધાયું મતદાન, મતદારોમાં ઉત્સાહ!


  • Published By :
  • Published Date : 2023-11-07 10:48:36

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ તેની પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 7 નવેમ્બરમાં પ્રથમ ચરણનું મતદાન શરૂ થઈ ગયું છે. છત્તીસગઢમાં તેમજ મિઝોરમમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મિઝોરમમાં 40 સીટો માટે મતદાન થઈ રહ્યું છે અને 90 વિધાનસભા સીટો વાળા છત્તીસગઢમાં 20 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે મતદાન કરવા મથક પર પહોંચ્યા ત્યારે મશીન ખરાબ થઈ ગયું હતું જેને કારણે તેઓ વોટ કરી શક્યા ન હતા. 9 વાગ્યા સુધીમાં છત્તીસગઢમાં 9.93 ટકા મતદાન થયું હતું જ્યારે મિઝોરમમાં 12.80 ટકા મતદાન થયું છે.  

20 બેઠકો માટે છત્તીસગઢમાં થઈ રહ્યું છે મતદાન 

રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ તેમજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિઝોરમમાં એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે જ્યારે છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. 90 વિધાનસભા બેઠકોમાંથી 20 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકોમાં બસ્તરના માઓવાદથી પ્રભાવિત ક્ષેત્રોનો પણ સમાવેશ થાય છે. અનેક સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. મિઝોરમમાં પણ સુરક્ષાબળને ગોઠવી દેવામાં આવ્યો છે.  

મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે વોટ કરવા ગયા ત્યારે...

છત્તીસગઢમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલા નક્સલી હુમલો થયો હતો જેમાં એક જવાન ઘાયલ થયા છે. સુકમા જિલ્લામાં ટોંડામરકા વિસ્તારમાં નક્સલિએ આઈડી ધમાકો કર્યો છે. મિઝોરમના મુખ્યમંત્રી જ્યારે મતદાન કરવા પહોંચ્યા ત્યારે મશીન ખરાબ હોવાને કારણે તેઓ મતદાન ન કરી શક્યા. મિઝોરમના સીએમ જોરામથાંગા પોતાનો મત આપી શક્યા નથી. તેઓ વોટિંગ રૂમની અંદર ગયા પરંતુ વોટ આપી શક્યા નહીં. તેણે બહાર આવીને કહ્યું કે મશીન કામ કરતું નથી. હવે તેઓ પાછા આવશે અને પછીથી પોતાનો મત આપશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે