કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે હાથ ધરાશે મતદાન, ખડગેનું પલડું ભારે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 12:57:59

24 વર્ષ બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે. દેશભરમાં સ્ટેટ કોંગ્રેસ કમિટીના કાર્યલયોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે જેમાં 9 હજાર મતદાર પોતાનો મત આપશે. ચૂંટણી માટે તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે. મતદાન માટે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરની સાથે સાથે સમગ્ર દેશમાં 65થી વધુ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ ડો. મનમોહન સિંહ હેડક્વાર્ટરથી મતદાન કરવાના છે. સવારના 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે. અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન અને થરૂર વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધી માટે કર્ણાટક ખાતે પોલિંગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે.

      



કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કર્યું મતદાન

દિલ્હી ખાતે આવેલા હેરકવાર્ટર ખાતે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરી રહ્યા છે. સોનિયા ગાંધી તેમજ પ્રિંયંકા ગાંધીએ મતદાન કર્યું હતું. 

એવું માનવામાં આવી રહ્યું છે કે છત્તીસગઢ કોંગ્રેસ મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં છે. જ્યારે થરૂરને એજન્ટ પણ નથી મળ્યા. ઉપરાંત રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ખડગે માટે 4 પદાધિકારીઓની નિમણૂંક કરી છે જે પોલિંગ એજન્ટ તરીકે કાર્યભાર સંભાળશે. જ્યારે શશિ થરૂર માટે 6 પોલિંગ એજન્ટ હશે. આ તમામ પ્રક્રિયા AICCના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીની દેખરેખમાં હાથ ધરાશે. સાથે સાથે દેશના દરેક રાજ્યમાં 1 PRO અને 4 DRO ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરશે. 

19 ઓક્ટોબરે થશે મતગણતરી

કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીએ કહ્યું હતું કે ચૂંટણીમાં 36 મતદાન કેન્દ્રો બનાવામાં આવ્યા છે જેમાં 67 બૂથ રાખવામાં આવ્યા છે.  ઉપરાંત રાહુલ ગાંધી માટે અલગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. રાહુલ ગાંધી સહિત અંદાજીત 42 જેટલા પ્રતિનિધિ મતદાન કરવાના છે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતપેટીને દિલ્હી ખાતે રાખવામાં આવશે અને 19 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.   

સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.