ચાલુ વિધાનસભામાં પોર્ન જોવું ધારાસભ્યને પડ્યું ભારે! સોશિયલ મીડિયા પર પોર્ન જોતો વીડિયો થયો વાયરલ,આ રાજ્યની વિધાનસભાનો છે આ વીડિયો!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-30 15:50:25

છેલ્લા ઘણા સમયથી વિધાનસભામાં પોર્ન વીડિયો જોવા જાણે સામાન્ય થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અનેક નેતાઓના વીડિયો સામે આવી રહ્યા છે જેમાં ધારાસભ્યો ચાલુ વિધાનસભામાં પોર્ન વીડિયો જોતા હોય છે. એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય વિધાનસભામાં અશ્લીલ વીડિયો જોઈ રહ્યા છે.સોશિયલ મીડિયા પર વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે તે ત્રિપુરા વિધાનસભાનો છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

      

ભાજપના ધારાસભ્ય જોઈ રહ્યા હતા પોર્ન વીડિયો!

ત્રિપુરા વિધાનસભાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા વાપસી કરી છે. વિધાનસભાની કાર્યવાહી દરમિયાન અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ત્રિપુરાની બાગબાસા સીટના ધારાસભ્ય સત્ર દરમિયાન ફોનમાં પોર્ન વીડિયો જોઈ રહ્યા છે. વાયરલ થયેલો વીડિયો આ અઠવાડિયાનો છે તેવી વાત કરવામાં આવી છે. વીડિયોમાં જે ધારાસભ્ય દેખાઈ રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જાદબ લાલ નાથ છે. 


અનેક વિધાનસભાથી સામે આવ્યા છે આવા દ્રશ્યો

મોબાઈલ ફોનમાં પોર્ન દેખતા વિધાયક કેમેરામાં કેદ થયા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વિધાયક વીડિયોમાં પોર્ન જોતા દેખાય છે તે બાગબાસા વિધાનસભા ક્ષેત્રના છે. 2023માં તેમણે પોતાની સીટથી જીત હાંસલ કરી હતી. ત્યારે આવી જ એક ઘટના ગુજરાતમાં પણ બની હતી. ધારાસભ્ય પોર્ન વીડિયો જોતા દેખાતા હતા. આ પહેલા આવી જ ઘટના કર્ણાટક વિધાનસભાથી સામે આવી હતી. જેમાં કર્ણાટક સરકારના બે મંત્રીઓ પોર્ન વીડિયો જોતા દેખાયા હતા. 


ધારાસભ્યનું આ વલણ કેટલું યોગ્ય?

રાજ્યનું ગૃહ એટલે કે વિધાનસભા એક એવી જગ્યા હોય છે કે જ્યાં દરેક રાજ્યના પ્રશ્નોનું નિરાકરણ થતું હોય છે, ધારાસભ્યો ત્યાં રાજ્યના પ્રશ્નોની ચર્ચા કરતા હોય છે અને રાજ્યના હિતમાં નિર્ણયો લેતા હોય છે, પણ ત્યારે શું થાય કે જ્યારે એ જ વિધાનસભામાં કોઈ ધારાસભ્ય ચાલુ વિધાનસભા દરમિયાન પોર્ન જોઈ રહ્યાં હોય તે કેટલું યોગ્ય?     



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.