ડબલ એન્જીનની સરકારમાં ગામડાઓની આવી પરિસ્થિતિ અમે નહોતી વિચારી


  • Published By :
  • Published Date : 2022-10-25 19:20:59

મોદી સાહેબ તમે તો રૂપાળા પ્લેન મોં હરો સો ને ફરો સો અહીંયા માણસોના હાલ તો જુઓ 

આ શબ્દો છે નાગલા ગામના એક વૃદ્ધ બા ના જે અમારી સાથે વાત કરતા કરતા તંત્રની સામે પોતાની વેદનાઓ ઠાલવતા હતા.



જો તમારી પાસે તમારું પોતાનું ઘર હોય છતાં તમે એમાં રહી ના શકો તો તમને કેવું લાગે ? 
પોતાનું ઘર હોવા છતાં જો તમારે ઝૂંપડામાં રહેવું પડે તો તમને કેવું લાગે ? 
નેતાઓથી લઈને પ્રશાસન કોઈ તમારી વાત ન સાંભળે તો તમને કેવું લાગે ? 


આવું જ થયું છે બનાસકાંઠાના નાગલા ગામના લોકો સાથે કુદરતના કહેર અને તંત્રના પાપે આ લોકોને પોતાનું ગામ છોડી ઝુપડાંમા રહેવું પડે છે. થરાદ તાલુકાનું નાગલા ગામ કે જે છેલ્લા સાત વર્ષથી પાણીમાં ડૂબેલું છે આ ગામમાં મકાનો, શાળા,ખેતરો સહીત દવાખાનું બધું જ પાણીમાં ડૂબી ગયું છે. તમને એમ લાગશે કે કેવી રીતે આ ગામ પાણીમાં ડૂબી ગયું ? 2015ની સાલમાં બનાસકાંઠામાં વરસાદી પૂર આવ્યું હતું ત્યારે અનેક ગામો સહીત આ ગામ આખું પાણીમાં ડૂબી ગયું હતું પછી જેમ જેમ સમય ગયો તેમ આસપાસના ગામોનું પાણી તો ઓસરી ગયું પણ નાગલા ગામનું પાણી ઓસર્યું નહિ તંત્રએ પાણી બહાર કાઢવાના પ્રયાસો કર્યા પણ પણ ગામની બહાર નીકળી જ ન શક્યું..તો બીજી તરફ કહેવાય છે ને કે એક સાંધે ત્યાં તેર તૂટે તેવું આ લોકો સાથે થયું ગામની બાજુમાં આવેલી કેનાલ પણ લીકેજ થઇ ગઈ જેના કારણે આ ગામનું પાણી કાઢવું તંત્ર માટે પણ મુશ્કેલી સમાન બની ગયું છેલ્લા 7 વર્ષથી આખું ગામ પાણીમાં ડૂબેલું છે જેના કારણે અહીં રહેતા લોકોનું જીવન આટલા વર્ષોથી અસ્તવ્યસ્ત થઇ ગયું છે 


અમે ગયા હતા બનાસકાંઠાના છેવાડાના ગામોમાં 

ગુજરાતમાં ચૂંટણીના બણગા ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતની રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે જેને લઈને અમે ગુજરાતમાં ચૂંટણી યાત્રા કરી રહ્યા છીએ અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે ગુજરાતના છેવાડે રહેતા માણસોનો અવાજ બની શકીયે અમે અમે બનાસકાંઠાના છેવાડે આવેલા અનેક ગામોમાં ફર્યા અમારો હેતુ એ જ હતો કે અમે બનાસકાંઠામાં અને આસપાસ ગામડાઓમાં રહેતા લોકોને મળી શકીયે એમની વાત સરકાર સુધી પહોંચાડી શકીયે 


નાગલા ગામના લોકોની આંખમા આંસુ

સરકારને આ ગામથી નારાજગી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર આ લોકો તમારી મીટ માંડીને બેઠા છે.આ પણ વિકાશશીલ ગુજરાતમાં આવતું એક ગામ છે તમે કેમ એટલા વર્ષોથી આંખ આડા કાન કરો છો. ત્યાંના લોકો કહી રહ્યા છે કે ચૂંટણી આવી છે એટલે વડાપ્રધાન સહીત અનેક કદાવર નેતાઓ બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે પણ આ ગામમાં કેમ નથી આવતા ? આટલા વર્ષોથી ત્યાંનું સ્થાનિક તંત્ર ત્યાંના સ્થાનિક નેતાઓ કઈ ઊંઘમાં છે ?હવે નેતાઓ જાગી જજો નહીતો આ ચૂંટણીમાં જનતા તમને ઢંઢોળીને જગાડશે 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે