ગાંધીનગરમાંથી બિનવારસી ગાડીમાંથી હથિયારો મળી આવ્યા હતા. મોટા પ્રમાણમાં હથિયારો મળી આવતા ચકચાર મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ગાડી ગાંધીનગરના સરગાસણમાં આવેલા ફ્લેટના ભોંયરામાં પાર્ક કરેલી હતી. ગાડીની પાછળની સીટ પર કાર્ટિજ દેખાતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે રહીશોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે આવીને આ અંગે તપાસ કરી હતી અને તે દરમિયાન દેશી બનાવટની પિસ્તોલ, 300 કારતૂસ, તમંચા સહિતના મુદ્દામાલ મળી આવ્યા હતા.
ગાડીમાંથી હથિયારો મળી આવતા પોલીસને જાણ કરી!
બિનવારસી હાલતમાં રાખેલી ગાડીમાંથી હથિયારો મળી આવ્યાા હતા. મળતી માહિતી અનુસાર સરગાસણની સ્વાગત એફોર્ડ સોસાયટીમાં આ ગાડીને પાર્ક કરવામાં આવી હતી. સોસાયટીના સ્ટિકર વગરની ગાડી દેખાતા તેમણે આ ગાડી કોની છે તે અંગે તપાસ કરી હતી. ગાડીનો કાચ પાછળથી તૂટેલો હતો. ગાડીની પાછળની સીટમાં કાર્ટિજ જોવા મળતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ગાંધીનગર પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી.
પીએમ મોદીના પ્રવાસ પહેલા હથિયારો મળી આવતા ચકચાર!
પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. કારની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી બે પિસ્તોલ તથા કારતૂસ મળી આવ્યા હતા. જે બાદ ચકચાર મચી ગયો હતો. કારની નંબર પ્લેટ પણ ખોટી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તે પહેલા આવા હથિયારો મળી આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.






.jpg)








