Weather : કાળઝાળ ગરમીને સહન કરવા રહેવું પડશે તૈયાર! જાણો ઉનાળાને લઈ અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2024-02-14 13:16:03

શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. થોડા દિવસ પહેલા ગરમીનું પ્રમાણ વધ્યું હતું. બપોરના સમયે ગરમી લાગતી હતી જેને કારણે પંખો ચાલું કરવો પડ્યો ત્યારે આવનાર દિવસમાં તાપમાનના પારામાં 2થી 3 ડિગ્રી જેટલું વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આવનાર દિવસોમાં વરસાદની સંભાવના નહીંવત છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર 15 ફેબ્રુઆરી બાદ ગરમીની શરૂઆત થઈ જશે.  

ગુજરાતના 10 શહેરમાં ગરમીનો પ્રકોપ શરૂ, અંદાજીત 2 કરોડ લોકો ભોગવી રહ્યા છે  ગરમી, 40 ડિગ્રીની પાર પહોંચ્યુ તાપમાન, અમરેલીમાં સૌથી વધુ ગરમી ...

આ વખતનો ઉનાળો આકરો સાબિત થશે!

ઉનાળાના સમય દરમિયાન એવી ભયંકર ગરમી પડતી હોય છે જેને જોતા લાગે કે આ ઉનાળો ભૂક્કા કાઢી નાખશે. ગરમીને કારણે લોકોની હાલત ગંભીર બનતી હોય છે. ત્યારે આ ઉનાળો પણ આકરો રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  ઉનાળાના સમય દરમિયાન તો આકરી ગરમીનો મારો સહન કરવો પડતો હોય છે પરંતુ આ વખતે તો શિયાળાની સિઝન દરમિયાન પણ ગરમીનો માર સહન કરવો પડ્યો હતો. શિયાળા દરમિયાન પણ બપોરના સમયે પંખો ચાલુ કરવો પડ્યો હતો.

અંબાલાલ પટેલની મોટી આગાહીઃ માવઠા સાથે એપ્રિલ-મેમાં શું થશે તે પણ જણાવ્યું –  News18 ગુજરાતી

આ વખતનો ઉનાળો તોડી શકે છે અનેક રેકોર્ડને....

હવામાન નિષ્ણાતની આગાહી અનુસાર  15થી 16 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં ગરમીનો પારો ધીમે ધીમે વધશે. આ વખતનો ઉનાળો આકરો રહેશે તેવું લાગી રહ્યું છે. શિયાળામાં જ્યારે ગરમી પડી હતી ત્યારે પણ આપણે કહેતા હતા કે શિયાળામાં આવી ગરમી છે તો ઉનાળામાં શું થશે? આ વખતે ગરમી તમામ રેકોર્ડ તોડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચી શકે છે. મે મહિનામાં તો આના કરતા વધારે ગરમીનો પ્રકોપ સહન કરવો પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ વખતે કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે