Gujaratના હવામાનમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી વિશે


  • Published By :
  • Published Date : 2024-09-27 16:53:43

ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે.. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. ભાદરવા મહિનામાં અષાઢ મહિના જેવો વરસાદ વરસી રહ્યો છે... બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર આવ્યો છે.. આજે સવારથી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે.. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, નવસારી, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે..


આ વિસ્તારો માટે આપવામાં આવ્યું એલર્ટ

તે સિવાય ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, વડોદરા તેમજ છોટા ઉદેપુર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સુરેન્દ્રનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


ક્યાં કેટલો વરસાદ નોંધાયો 

સવારના 6થી 2 વાગ્યા દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો સાગબારામાં 3..82 ઈંચ જેટલો વરસાદ પડ્યો, ચૂડામાં 2.44, સુરતના ઉમરપાડામાં 2.09 ઈંચ જેટલો વરસાદ પડ્યો જ્યારે ખેડામાં 2.01 ઈંચ, નડિયાદમાં 1.97 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તે સિવાય વલસાડના પારડીમાં 1.85 જ્યારે વલસાડમાં 1.65 ઈંચ વરસાદ વરસ્યો છે. અમદાવાદના દસ્ક્રોઈમાં 1.61 ઈંચ વરસાદ, મહેમદાવાદમાં 1.50 ઈંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે.. ડેમોનું જળસ્તર વધી રહ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે ઉકાઈ ડેમના 6 જેટલા દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. 


શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાની આગાહી?

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવતી આગાહીની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે.. સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે... તે સિવાય ગુજરાતના અનેક ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના છે.. તે સિવાય નવરાત્રી દરમિયાન પણ છુટો છવાયો વરસાદ અનેક જગ્યાઓ પર વરસી શકે છે તેવી આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે.. ત્યારે તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો...     



ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.