Weather Update - ગુજરાતમાં ધીરે ધીરે જામી ઠંડીની મૌસમ, જાણો સૌથી ઓછું તાપમાન ક્યાં નોંધાયું? શું કહે છે Paresh Goswamiની આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-29 11:25:36

ઠંડીનો અહેસાસ વહેલી સવારે તેમજ મોડી રાત્રે ધીરે ધીરે થઈ રહ્યો છે પરંતુ બપોરના સમયે ઉનાળાની ગરમી હોય તેવો થોડો થોડો અહેસાસ થઈ રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે પરંતુ મહત્તમ તાપમાનમાં બહુ ઘટાડો નોંધાયો નથી.. નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં પણ મહત્તમ તાપમાનમાં બહુ મોટો ફેરફાર નથી આવ્યો... સામાન્ય રીતે આ તારીખો દરમિયાન તાપમાન 30 ડિગ્રીને નીચે આવી જતું હોય છે પરંતુ આ વખતના શિયાળામાં આ તાપમાન 30 ડિગ્રી નીચે નોંધાયું નથી.. 



ક્યાં પડી વધારે ઠંડી?

ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો નલિયા તેમજ વડોદરામાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે... નલિયા તેમજ વડોદરાનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું છે જ્યારે રાજકોટનું તાપમાન 15 ડિગ્રી આસપાસ નોંધાયું છે... ડીસાનું તાપમાન 15.2 જ્યારે ગાંધીનગરનું તાપમાન 15.2 ડિગ્રી નોંધાયું છે... અમદાવાદનું તાપમાન 16.01 ડિગ્રી જ્યાકે સુરતનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે... વડોદરા તેમજ નલિયા સૌથી ઠંડાગાર પ્રદેશ નોંધાયા હતા... 

શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી?  

પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થવાને કારણે ગુજરાતમાં ઠંડી પ્રસરી રહી છે... હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરીય પવનને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે... વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.... ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ઠંડીનો વધારે ચમકારો જોવા મળી શકે છે તેવું અનુમાન પરેશ ગોસ્વામીએ કર્યું છે.... મહત્વનું છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાને કારણે વાવાઝોડું સક્રિય થયું છે.. પરંતુ તેની ગંભીર અસર ગુજરાત પર નથી પડવાની.. ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં છુટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે... પરેશ ગોસ્વામીએ પણ હવામાન કેવું રહેશે આગામી દિવસો દરમિયાન તેની માહિતી આપી છે...     



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....