Weather Update : Gujaratના આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસી શકે છે વરસાદ, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-11 11:58:41

ગુજરાતમાં થોડા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. કાળઝાળ ગરમીની વચ્ચે વરસાદનું આગમન થતાં લોકો ખુશ થઈ ગયા છે.. વરસાદની રાહ લોકો આતુરતા પૂર્વક જોઈ રહ્યા હતા. ક્યારે વરસાદ આવે અને ક્યારે ગરમીથી રાહત મળે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા. થોડા દિવસોમાં અથવા તો થોડા કલાકો બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે તેવું લાગી રહ્યું છે પરંતુ તે પહેલા રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે જ્યારે અનેક ભાગો માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.

News18 Gujarati


News18 Gujarati

આજે આ વિસ્તારોમાં આવી શકે છે વરસાદ 

શનિવારથી અનેક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. રવિવારે તેમજ સોમાવરે પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થયો હતો.. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.. અનેક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આજે કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી,ભરૂચ,વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, ગીર સોમનાથ, ભાવનગર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

News18 Gujarati


News18 Gujarati

બફારાને કારણે લોકો પરેશાન..!

તે સિવાય આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે..રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે.. મહત્વનું છે કે વરસાદ તો વરસી રહ્યો છે પરંતુ બફારાને કારણે લોકો ત્રાસી ગયા છે. 

        



દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતની આપણી ભાષા છે.. પરંતુ અનેક લોકો ગુજરાતમાં જ એવા હશે જેમને ગુજરાતી બોલતા નહીં આવડતી હોય. અને જો થોડી થોડી આવડતી હોય છે તો પણ બરાબર બોલતા નથી આવડતું.