પશ્ચિમ બંગાળ: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, અધીર રંજને TMC પર લગાવ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2024-01-31 15:58:07

પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા' પર પથ્થરમારો થયો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો છે કે એક કારમાં આવેલા કેટલાક અજ્ઞાત લોકોએ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કારની પાછળના ભાગનો કાચ તુટી ગયો છે. જો કે રાહુલ ગાંધીને કોઈ ઈજા થઈ નથી.   


અધીર રંજને TMC પર લગાવ્યો આરોપ


પશ્ચિમ બંગાળ-બિહાર સરહદે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના કાફલા પર હુમલો થયો છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ આ હુમલા માટે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે 'આ હુમલો માલદા જિલ્લાના હરિશ્ચંદ્રપુર વિસ્તારમાં ત્યારે થયો જ્યારે યાત્રા બિહારથી પશ્ચિમ બંગાળમાં બીજી વખત પ્રવેશ કરી રહી હતી. અધીર રંજને કહ્યું કે રાહુલ ગાંધી જે વાહનમાં પ્રવાસ કરી રહ્યા હતા તેની પાછલી બાજુની બારીનો કાચ પથ્થરો  મારીને તોડી નાખવામાં આવ્યો છે, આ બાબત અસ્વિકાર્ય છે. '  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે