West Bengal : Sandeshkhaliના મુખ્ય આરોપી શાહજહા શેખ પોલીસ ગિરફ્તમાં, કોર્ટ સમક્ષ કર્યા હાજર, આટલા દિવસની રિમાન્ડ મંજૂર!


  • Published By :
  • Published Date : 2024-02-29 15:52:57

પશ્ચિમ બંગાળની ચર્ચા છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. સંદેશખાલીમાં ભડકેલી હિંસાને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે. ભાજપે ટીએમસી પર નિશાન સાધ્યું હતું. પશ્ચિમ બંગાળના સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી અને ટીએમસી નેતા શાહજહા શેખની ધરપકડ કરવામાં આવી છે. શાહજહાં શેખની ધરપકડ 28મી મોડી રાત્રે મિનાખન વિસ્તારથી કરવામાં આવી હતી. શાહજહાંની ધરપકડ કરવામાં આવે તેવા આદેશ કોલકાત્તા હાઈકોર્ટે આપ્યા બતા અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી. કોર્ટ સમક્ષ તેમને રજૂ પણ કરવામાં આવ્યા છે અને મળતી માહિતી અનુસાર તેમના 10 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે. ટીએમસી પાર્ટી દ્વારા પણ શાહજહા શેખ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. છ વર્ષ માટે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે.  

 

પાંચ જાન્યુઆરીએ શાહજહાાં શેખને ત્યાં પહોંચી હતી ઈડી!    

બુધવાર મોડી રાત્રે પોલીસે સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી શાહજહાં શેખની ધરપકડ કરી લીધી છે. કાર્યવાહીને લઈ ભાજપે તૃણુમુલ કોંગ્રેસને ઘેરી છે. સંદેશખાલીમાં હિંસા પ્રતિદિન વધી રહી હતી અને ત્યાંની પરિસ્થિતિ ખરાબ થતી હતી. ત્યાંની પરિસ્થિતિ કેવી હતી તે આપણે જાણીએ છીએ. મહિલાઓએ આરોપ લગાવ્યો હતો. ઈડીની રેડ પડી ત્યારથી શાહજહાં શેખ ફરાર હતા. શાહજહાં શેખ પહેલી વાર ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે પાંચ જાન્યુઆરીએ ઈડીની ટીમ ત્યાં તપાસ કરવા પહોંચી હતી. અનેક દિવસો બાદ શાહજહા શેખની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. કોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવ્યા હતા. 

ધરપકડ બાદ મહિલાઓએ કરી ઉજવણી! 

શાહજહાં શેખની ધરપકડ બાદ કોર્ટમાં તે પેશ થયા હતા અને તેમની રિમાન્ડ મંજૂર થઈ ગઈ છે તેવી માહિતી સામે આવી રહી છે. શાહજહાની ધરપકડ થયા બાદ મહિલાઓએ ખુશી મનાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એકબીજાને મીઠાઈ ખવડાવી હતી. મહત્વનું છે આ ઘટનાને લઈ ભાજપે ટીએમસીને અને મમતા બેનર્જીને ઘેરવાની કોશિશ કરી છે. હાઈકોર્ટ દ્વારા પણ અનેક વખત મમતા સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ શાહજહા શેખની ધરપકડ કરવામાં આવી છે.     

sandeshkhali controversy shahjahan sheikh arrested women celebrated

west bengal sandeshkhali controversy shahjahan sheikh arrested women celebrated photos  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.