West Bengal : TMC નેતા Shankar Adhyaની EDએ કરી ધરપકડ, ગઈકાલે ઈડીની ટીમ પર ટોળાએ કર્યો હતો હુમલો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-06 18:28:14

ગઈકાલે પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ જ્યારે દરોડા પાડવા ગઈ હતી ત્યારે ટીમ પર 200થી 300 જેટલા લોકોએ હુમલો કરી દીધો હતો. રાશન કૌભાંડ મામલે ઈડીની ટીમ ટીએમસી નેતા અને બોનગાંવ નગરપાલિકાના ભૂતપૂર્વ અધ્યક્ષ શંકર આદ્યાની ધરપકડ કરવામાં આવી છે. 5 જાન્યુઆરીએ ઈડીએ તેમના ત્યાં રેડ કરી હતી. ઈડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે, મોડી રાત્રે 12વાગ્યાની આસપાસ નેતા શંકર આદ્યાની ધરપકડ કરાઈ છે. ધરપકડ મુદ્દે તેમની પત્નીએ આરોપ લગાવ્યો કે તપાસ દરમિયાન તેમના પતિએ પૂર્ણ સહયોગ આપ્યો હતો તેમ છતાંય તેમની ધરપકડ કરવામાં આવી છે. 

ઈડીની ટીમ પર નેતાના સમર્થકોએ કર્યો હુમલો 

પશ્ચિમ બંગાળ ગઈકાલથી ચર્ચામાં છે. કથિત રાશન કૌભાંડને લઈ ઈડી દ્વારા ટીએમસી નેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. ઈડી જ્યારે તપાસ કરી રહી હતી તે દરમિયાન અર્ધ લશ્કરી તેમજ ઈડીની ટીમ પર 200થી 300 જેટલા લોકોએ હુમલો કર્યો અને આ હુમલામાં અધિકારીઓ ઈજાગ્રસ્ત પણ થયા. રાશન વિતરણ કૌભાંડમાં શંકર આધ્યાની ધરપકડ ઈડી દ્વારા મોડી રાત્રે કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. ટીએમસી નેતાને ત્યાં દરોડા પાડવા માટે ટીમ ગઈ હતી ત્યારે તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો, તે બાદ ઈડીની પ્રતિક્રિયા સામે આવી હતી. EDએ શુક્રવારે રાત્રે થયેલા હુમલા અંગે નિવેદન બહાર પાડ્યું હતું. તપાસ એજન્સીએ સોશિયલ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે ટોળા પાસે લાકડીઓ, પથ્થરો, ઈંટો જેવાં હથિયારો હતાં. હુમલામાં ત્રણ અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.   

पश्चिम बंगाल: राशन घोटाले में नगर पालिका के पूर्व अध्यक्ष को ED ने किया गिरफ्तार, टीम पर हमले के बाद कार्रवाई तेज


મોડી રાત્રે નેતાની કરવામાં આવી ધરપકડ    

મહત્વનું છે કે ટીએમસી નેતાની ધરપકડ કરવામાં આવી ગઈ છે .EDએ શનિવારે સવારે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાંથી TMC નેતા અને બોનગાંવ નગરપાલિકાના ભૂતપૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાની ધરપકડ કરી હતી. ઈડીના નિશાના પર શંકર આદ્ય અને શાહજહાં શેખ હતા. શાહજહાં શેખના આવાસ પર દરોડા દરમિયાન 100 થી 200 સ્થાનિક લોકોએ ED અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોને ઘેરી લીધા હતા. ટોળાએ ઇડી અને સેન્ટ્રલ ફોર્સના વાહનો પર હુમલો કર્યો હતો. 


રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે કોંગ્રેસની માગ 

મહત્વનું છે કે ઈડી પર થયેલા હુમલાને કારણે પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, 'ED અધિકારીઓ પર હુમલા થઈ રહ્યા છે, રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે આ યોગ્ય મામલો છે. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે