Banaskantha Loksabha Seatના ઉમેદવાર Geniben Thakorએ જીતનો આશાવાદ વ્યક્ત કરતા શું કહ્યું? સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-13 12:53:43

ગુજરાતની અનેક એવી લોકસભા બેઠકો હતી જે ચર્ચામાં રહી.. તે પછી રાજકોટ હોય કે પછી બનાસકાંઠા હોય... ભરૂચ હોય કે પછી વલસાડની બેઠક હોય... ઉમેદવારો દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે આ બેઠકોની ચર્ચા થતી.. બનાસકાંઠા લોકસભા બેઠકની ચર્ચા એટલા માટે પણ થતી કારણ કે બંને પાર્ટીએ આ બેઠક પર મહિલાઓને ટિકીટ આપી હતી.. ગેનીબેન ઠાકોર અનેક વખત પોતાના નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત તેમણે નિવેદન આપ્યું છે જેમાં તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઠાકોર સમાજના સમૂહ લગ્ન દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.

શું કહ્યું ગેનીબેન ઠાકોરે? 

ગેનીબેન ઠાકોરે આ કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે સમાજે વોટ અને નોટ બંને આપ્યા છે . મારા કરવા કરતા સમાજે મારી માટે ઘણું કર્યું છે. જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ગેનીબેને કહ્યું હતું કે , સમાજે જે પાઘડી બાંધી તેની લાજ નઈ જવા દઉં. આ સાથે જ ગેનીબેને સમાજનો પોતાના ઉપરનો ઋણ હોવાનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી દરમ્યાન ૪૦૦ સભાઓ થયી હજી પણ તાકાત અને પાવર છે . આ તાકાત પોતાની નથી પણ સમાજની છે. અને ઠાકોર સમાજને આત્મનિર્ભર બનાવવાની હાંકલ પણ તેમણે કરી હતી.


બનાસકાંઠામાં બંને મહિલા ઉમેદવાર હતા સામ સામે  

મહત્વનું છે કે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે માહોલ બનાવ્યો હતો તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.. ભારતીય જનતા પાર્ટીએ ડો. રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા.. બનાસકાંઠાના ઉમેદવારનો પ્રચાર કરવા માટે બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવ્યા હતા. પીએમ મોદીએ બનાસકાંઠામાં જનસભાને સંબોધી હતી તો પ્રિયંકા ગાંધીએ પણ બનાસકાંઠામાં જનસભાને સંબોધી હતી. ત્યારે જોવું રહ્યું ચોથી જૂને કોની જીત થાય છે?    



ઈશ્વરને, પ્રભુને ક્યારેય આપણે પત્ર લખ્યો છે? જ્યારે જ્યારે મન ઉદાસ હોય, મનમાં અનેક મુંઝવણ હોય ત્યારે સલાહ લેવા કોની પાસે જાવ છો? કહેવાય છે પ્રભુ પાસે દરેક સવાલના જવાબ હોય છે..

લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..