સ્ત્રી-પુરૂષના શારિરીક સંબંધો અંગે બિહારના CM નિતીશ કુમાર આ શું બોલ્યા?, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2023-11-08 17:43:02

બિહારના CM નિતીશ કુમારે રાજ્યના શિયાળું સત્રના બીજા દિવસે આર્થિક સામાજીક સર્વેનો રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. પ્રદેશમાં 75 ટકા અનામત અમલી કરવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજ્યમાં વસ્તી વૃધ્ધીની ચર્ચા થઈ હતી, સીએમ નિતીશ કુમારે વસ્તી વૃધ્ધીને રોકવા માટે મહિલાઓના શિક્ષણ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે જો મહિલાઓ શિક્ષિત હશે તો ચોક્કસપણે જન્મદરમાં ઘટાડો આવશે જો કે તેમણે સ્રી-પુરૂષના શારિરીક સંબંધો અંગે જે બફાટ કર્યો તે સમગ્ર રાજ્ય અને દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.  


નિતીશ કુમારે શું બફાટ કર્યો? 


સીએમ નીતીશ કુમાર સમજાવવા માંગતા હતા કે જો છોકરીઓ શિક્ષિત થશે તો વસ્તી આપોઆપ ઘટશે. પરંતુ આ માટે તેઓએ સમગ્ર સેક્સ્યુઅલ એક્ટિવિટી સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહેવાનું શરૂ કર્યું કે પહેલા મહિલાઓ સરળતાથી ગર્ભવતી થઈ જતી હતી, જ્યારે હવે મહિલાઓ શિક્ષિત છે, તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં અલગ રીતે વર્તે છે. નીતીશ કુમારે આ સમગ્ર પ્રક્રિયાને જે સરળતા સાથે વર્ણવી છે તે લેખિતમાં વર્ણવી યોગ્ય નથી. નીતીશ કુમારે કહ્યું હતું કે જ્યારે તેમણે સત્તા સંભાળી ત્યારે વસ્તી વૃદ્ધિ દર 4.3 ટકા હતો પરંતુ કન્યા શિક્ષણમાં સુધારાને કારણે તે ઘટીને 2.9 ટકા થઈ ગયો છે. જ્યારે નીતીશ કુમાર તેમના અભિવ્યક્તિઓ સાથે આ બધું કહી રહ્યા હતા, ત્યારે તેમના મંત્રીમંડળના સાથીદારો પણ દંગ રહી ગયા હતા. કેટલાકે એકબીજા સામે જોઈને હસતા-હસતા મોંઢું છુપાવી રહ્યા હતા. 



ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.