જૂનાગઢમાં ઈમારત પડી, સંતાન અને પતિ ગુમાવ્યા પછી પોતે પણ ના જીવી શકેલી મહિલાના પરિવારે દેવાંશી જોષીને શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-28 15:13:49

જૂનાગઢ શહેરને ઐતિહાસિક તેમજ દિવ્ય શહેર માનવામાં આવે છે. પરંતુ જૂનાગઢ શહેરમાં અનેક એવી ઈમારતો છે જે જર્જરિત હાલતમાં જોવા મળે છે. થોડા દિવસો પહેલા જૂનાગઢમાં એક ઈમારત ધરાશાયી થઈ હતી જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. ચાર વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એ હતો જે 130 રુપિયા માટે ચાની દુકાનમાં કામ કરતા હતા. પાપી પેટ માટે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકી ચાની દુકાન પર કામ કરી રહ્યા હતા. એ મકાનમાં બીજા ત્રણ લોકો જે મૃત્યુ પામ્યા તે એક જ પરિવારના હતા. પત્ની બહાર કામથી ગઈ હતી પરંતુ જ્યારે તે ઘરે પરત આવી ત્યારે તેમની નજરોની સામે તેમનો હસતો ખેલતો પરિવાર વિખેરાઈ ગયો. એ મહિલા જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે તેણે કલ્પના નહીં કરી હોય કે તે પોતાના 6 વર્ષના બાળકને, 13 વર્ષના સંતાનને, પોતાના પતિને ક્યારેય નહીં મળી શકે.



પત્નીની સામે વિખેરાયો હસતો ખેલતો પરિવાર 

કહેવાય છે કે જન્મ અને મૃત્યુ આપણાં હાથમાં નથી હોતું. વાત પણ સાચી છે કે આપણને નથી ખબર હોતી કે આપણી કઈ ક્ષણ અંતિમ ક્ષણ હશે. કઈ ક્ષણે આપણામાંથી પ્રાણ પંખેરૂ ઉડી જશે તેની જાણ નથી હોતી. ત્યારે થોડા દિવસ પહેલા જુનાગઢમાં જે ઈમારત ધરાશાયી થઈ તે દુર્ઘટનામાં એક આખે આખો પરિવારનો માળો વિખેરાઈ ગયો. આ દુર્ઘટનામાં માતાની નજરની સામે બે સંતાનોના તેમજ તેના પતિ મૃત્યુ પામ્યા. એ આઘાત મયૂરી બેન સહન ન કરી શક્યા. આઘાતમાં આવેલા મયૂરીબેને પણ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું. માતાને છેતરીને તેઓ બાથરૂમમાં ગયા અને ત્યાં ઝેરી દવા ઘટઘટાઈ ગયા. બહાર આવીને તેમણે પોતાની મમ્મીને કહ્યું. 


માતાનો કલ્પાંત તમેને હચમચાવી દેશે  

આ પરિવારને મળવા જ્યારે દેવાંશી જોષી ગયા ત્યારે મયુરીની માતા વલોપાત કરતા હતા, તેમનો આક્રંદ તેમની ભાષામાં છલકાતો હતો. રડતાં રડતાં તેઓ કહેતા હતા કે જેવું તેમની સાથે થયું તેવું કોઈ બીજા સાથે ન થાય. ફરિયાદોમાં એક માનું દર્દ બહાર છલકાઈ આવ્યું હતું કે આવો જોવાનો વારો કોઈ પરિવારને જોવો ન પડે. જે પરિસ્થિતિથી તે પસાર થઈ રહ્યા છે તે સહન કરવાનો વારો કોઈ બીજા પરિવારનો ન આવે. જ્યારે તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી ત્યારે તેમની એક જ ફરિયાદ હતી કે આવી દુર્ઘટનાઓ કોઈ બીજા સાથે પણ બની શકે છે. જર્જરિત મકાન હોવાને કારણે ઘર પડી જવાનો ડર રહેતો હોય છે. 


દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? 

તંત્રને ખબર હોવા છતાંય પણ કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. જર્જરિત બિલ્ડીંગ નીચેથી અનેક રિક્ષાઓ બાળકોને લઈ પસાર થતી હોય છે. દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? આ દુર્ઘટના સર્જાઈ છે પરંતુ તે બાદ આવી દુર્ઘટના નહીં સર્જાય તે વાતની કોઈ ગેરંટી લેશે? અનેક જર્જરિત મકાનો હોવા છતાં પણ મકાનો નીચે ઉતારવાની કામગીરી નથી કરી. કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.