Bansakanthaમાં કયા સમીકરણોએ Geniben Thakorને જીતવામાં ફાયદો કરાવ્યો? શું ભાજપના આંતરિક ડખો હતું એક કારણ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-07 13:14:01

ગુજરાતમાં લોકસભાની એવી અનેક બેઠકો હતી જેની ચર્ચાઓ થતી રહેતી હતી.. એવું કહેવાતું કે રસાકસી જોવા મળશે.. બનાસકાંઠા બેઠક આવી ચર્ચાઓની લિસ્ટમાં એકદમ આગળ હતી. બંને પાર્ટીએ મહિલાને ઉમેદવાર બનાવ્યા.. એક તરફ ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી તો બીજી તરફ ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર ગેનીબેન ઠાકોર.. રિઝલ્ટના દિવસે આ બેઠક એકદમ ટફ ફાઈટ જોવા મળી હતી. કોઈ વખત ગેનીબેન ઠાકોર આગળ જતા રહે તો કોઈ વખત રેખાબેન ચૌધરી આગળ જતા રહે... ત્યારે આજે એવા ફેક્ટરોની વાત કરીએ જેણે ગેનીબેન ઠાકોરને જીત હાંસલ કરવામાં મદદ કરી..   

ગેનીબેન ઠાકોરે વિજય રથને રોક્યો

ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ બનાસકાંઠામાં રોકાઈ ગયો.. ગુજરાતની 26એ 26 લોકસભા બેઠક ભાજપ પાસે હતી..આ વખતે પણ ભાજપના નેતાઓને લાગતું હતું કે 26એ 26 બેઠકો પર કમળ ખીલશે પરંતુ તેવું ના થયું.. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર હારી ગયા અને ઈન્ડિ ગઠબંધનના ઉમેદવાર જીતી ગયા. 10 વર્ષ બાદ ગુજરાતમાં ભાજપને મોટો ફટકો પડ્યો જીતની હેટ્રીક પર ગેનીબેને રોક લગાવી છે.  



જીત્યા બદ ગેનીબેન ઠાકોરે આપી હતી પ્રતિક્રિયા

ગેનીબેને ભાજપનાં ઉમેદવારને 33 હજાર કરતાં પણ વધુ મતોથી હરાવી દીધાં છે.આ સાથે જ ગુજરાતમાં ભાજપનું 26માંથી 26 બેઠકો ત્રીજી વખત જીતવાનું ભાજપનું સ્વપ્ન ગેનીબહેને પૂરું થવા દીધું નથી. જ્યારે ગેનીબેનની સૌથી પહેલા પ્રતિક્રિયા આવી ત્યારે તેમણે કહ્યું હતું કે "બનાસકાંઠાની જનતાએ મને નોટ અને વોટ બંને આપ્યા છે. હું જીવિત રહું ત્યાં સુધી બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારી શકું તેમ નથી. હું પ્રયત્ન કરીશ કે હું બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારું." 


ગેનીબેન સામે ભાજપનું આખું સંગઠન હતું! 

કયા ફેક્ટરોએ બનાસકાંઠામાં કામ કર્યા એ પ્રશ્ન થાય કારણ કે ત્યાં ગેનીબેન સામે ના માત્ર રેખા બેન ચૌધરી પણ પીએમ મોદી ભાજપનું સંગઠન હતું! એટલે ગેનીબેને લડવું મુશ્કિલ હતું પણ જોવા જઇએ તો રેખાબહેન ચૌધરીની સરખામણીએ ગેનીબહેનની લોકપ્રિયતા અતિશય વધારે બીજું  રેખાબહેનનો કોઈ રાજકીય અનુભવ કે ઓળખ ન હતી.



એક નેરેટિવ સેટ કરાયો કે લોકોએ ગેનીબેનનું મામેરૂં ભરવાનું છે!

અને પ્રચારની વાત કરી તો ઉમેદવાર તરીકે જાહેર થયાં બાદ ગેનીબહેને તેમના ચૂંટણી પ્રચારમાં ‘બનાસની બહેન ગેનીબહેન’ સૂત્રનો ભરપૂર ઉપયોગ કર્યો . અને  'બનાસની બહેન ગેનીબહેન' ના સૂત્રે તેમની જીતમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. કારણકે એક નરેટિવ એક પરસેપ્શન ગેનીબેને ગ્રાઉન્ડ પર સેટ કર્યો હતો કે એ બનાસના બેન છે અને બનાસના લોકોએ એમનું મામેરું ભરવાનું છે અને એ કામ કર્યું 


એવું લાગે છે કે દરેક સમાજના લોકોએ ગેનીબેનને મત આપ્યો હોય!

બનાસમાં બીજું એક સમીકરણ એ જાતિગત સમીકરણ પણ આ વખતે એ થોડું ખોરવાઇ ગયું. કારણ કે બનાસકાંઠામાં સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની છે તથા ત્યાર બાદ ચૌધરી સમાજની છે. આથી જો, બંને સમાજના લોકો પોતપોતાના ઉમેદવાર તરફી મતદાન કરે તો અહીં દલિત, મુસ્લિમ અને ક્ષત્રિય મતોનું કૉમ્બિનેશન પણ ઉમેદવારની જીત નક્કી કરવામાં અગત્યનું સાબિત થાય છે. આ ચૂંટણીમાં પણ એવું જ થયું હોવાની સંભાવના દેખાઈ રહી છે. જેમાં દરેક સમાજના લોકોને ગેનીબેનને મત આપ્યા અને સાથે જ શહેરી વિસ્તારના લોકોએ પણ ગેનીબેનને પસંદ કર્યા 



ગ્રાઉન્ડ પર ગેનીબેન રહેતા હોય છે જેને કારણે લોકો તેમને પસંદ કરે છે

બીજી એક મજબૂત વાત એ કે કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોર સતત બે ટર્મથી ધારાસભ્ય છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આવેલા ભાજપના ઝંઝાવાતમાં પણ ગેનીબહેને ફરી વાર જીત મેળવી હતી. તેમણે જીત તો મેળવી હતી પરંતુ તેમની સરસાઈ પણ વધારી હતી.એ લોકપ્રિય ચહેરો છે ગ્રાઉંડ પર જાય છે લોકોને મળે છે એટલે વધારે લોકોને પાસદ છે કે બેન mla હોવા છતાં કામ પડે ત્યાં હજાર રહે છે 


ભાજપમા અંદરોઅંદર ચાલતો વિવાદ પણ ગેનીબેન માટે કામ કરી ગયું

અને મહત્વનું ફેક્ટર એ કે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપમાં જો સૌથી વધારે કોઈનું ચાલતું હોય તો એ છે શંકર ચૌધરી. બનાસ ડેરીના ચેરમેન એવા શંકર ચૌધરી મૂળ પાટણ લોકસભા વિસ્તારના છે પરંતુ તેઓ બનાસકાંઠામાં ભાજપના સર્વેસર્વા નેતા તરીકે તમામ નિર્ણય કરતા હોવાને કારણે ભાજપના અન્ય અનેક સિનિયર નેતાઓ પોતાની અવગણના થતી હોવાનું અનુભવતા હતા. અને એ અનદારો અંદરનો વિખવાદ અને સમાજ ફેક્ટર કામ કરી ગયા. આ અમુક મુખ્ય ફેક્ટરને સમીકરણ હતા જેના કારણે ભાજપનો ગઢ તૂટયો! તમારું આ મામલે શું માનવું છે અમને કમેંટમાં જણાવો!



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.