બા સાથે બનેલી ઘટના કોઈ બીજાની સાથે ન બનવી જોઈએ! Vadodara વિસ્તારની જીવન-મરણની કચેરીએ માર્યો આ મોટો લોચો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-07 12:38:16

કહેવાય છે કે જીવન અને મરણ કુદરતના હાથમાં હોય છે. કોન ક્યારે જનમશે અને કોન ક્યારે મરશે તે ઉપરવાળાના હાથમાં હોય છે. પરંતુ વડોદરાથી જે કિસ્સો સામે આવ્યો છે તે અજીબો ગરીબ છે. આમ તો અજીબ ન કહેવાય કારણ કે તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠતા હોય છે. આ વખતે પણ વડોદરામાં તંત્રની બેદકારી કહો કે ગંભીર ભૂલ કહો તે સામે આવી છે. જીવતા દાદીમાના ઘરે તેમના મૃત્યુનો દાખલો મોકલી આપ્યો છે કે તમે જીવતા નથી. જો કે આ બનાવ બાદ વડોદરા મહાનગર સેવા સદદની કચેરીના અંધેર વહીવટની જાહેરમાં નિંદા થઈ રહી છે. વિગતવાર વાત કરીએ જીવતા દાદીમાને વડોદરા તંત્ર દાદીમાના નામનો મરણનો દાખલો કેમ બનાવ્યો?



જીવતા ઝવેરબાના ઘરે આવ્યો તેમના મરણનો દાખલો

તમે જીવતા હોઉં અને કોઈ તમારા હાથમાં તમારા જ મરણનો દાખલો પકડાવી દેવામાં આવે તો તમારી શું પ્રતિક્રિયા હશે? આવો જ કિસ્સો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હાંડોદ ગામના પરમાર ફળિયામાં રહેતા વિધવા વૃદ્ધા ઝવેરબેન સાથે થયો છે. તેમના ઘરે થોડા દિવસ પહેલા એક દાખલો આવ્યો. પરિવારને થયું શું કોઈ સરકારી યોજનામાં બાનું નામ આવ્યું છે કે કેમ તે જોવા માટે તેમણે પ્રમાણ પત્ર જોયું. પણ પત્ર જોતાની સાથે પરિવારની આંખો ખુલીની ખુલી રહી જાય છે. આખો પરિવાર ચોંકી જાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જનમ મરણની શીયાબાગ ખાતેની કચેરીથી ઝવેર બાનો મરણનો દાખલો ઘરે પહોંચી ગયો હતો. 


ઝવેરબા જીવે છે તે સાબિત કરવા પરિવારે કરવી પડી ઘણી મહેનત

આ ઘટનાની જાણ પરિવારે હાંડોદની ગ્રામ પંચાયતમાં પણ કરી હતી કે વડોદરા તંત્રએ આવો ભગો માર્યો છે. પંચાયતને પછી ઝવેરબા જીવે છે તેવું હયાતીનું પંચનામું કરાવવું પડ્યું હતું. ઝવેરબાના દિકરા ગણપતભાઈએ હાંડોદ ગ્રામ પંચાયતમાં ઝવેરબા જીવે છે તેવી હયાતીનું પંચનામું કરાવ્યું હતું. ઝવેરબાની વાત કરીએ તો તે વિધવા વૃદ્ધ દાદીમાં છે. તેમને સરકાર તરફથી વિધવા પેન્શનનો લાભ પણ મળે છે. જો કે આવું સામે આવતા તે પણ ચિંતામાં આવી ગયા હતા કારણ કે બા વિધવા છે. 


સવાલ એ છે કે તંત્રએ જીવતા બાને શા માટે મૃત બતાવી દીધા?

સયાજી હોસ્પિટલ વડોદરા તરફથી જણાવામાં આવ્યું તું કે ઝવેરબાનું નિધન 17 જુલાઈ 2023ના થઈ ગયું છે. જો કે સામેની બાજુ બા તો સાજા સારા છે અને જીવે છે. જો કે હવે એ તો તપાસનો વિષય છે કે જીવતા ઝવેરબાને તંત્રએ કેમ મૃત જાહેર કરી દીધા છે. વડોદરા કોર્પોરેશનના જન્મ મરણ વિભાગની આ ગંભીર ભૂલ છે. વડોદરા તંત્રએ આવી ભૂલ કરનાર કોણ છે તેની તપાસ કરવી જોઈએ અને કસૂરવાર સામે કાયદેસરના પગલા લેવા જોઈએ કારણ કે આ તો ગંભીર ભૂલ કહેવાય કે તમે એક સાજા સારા જીવતા દાદીમાને મૃત જાહેર કરી દો છે. આવો બનાવ ગુજરાતમાં કોઈ વ્યક્તિ સાથે ન થાય, અને થવું પણ ન જોઈએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે