વિશ્વ હિન્દુ પરિષદે જેને ગૌચર જેહાદ નામ આપ્યું એ અમદાવાદ જગન્નાથ મંદિરના વિસ્તારોને વેચી દેવાનો મામલો શું છે?


  • Published By :
  • Published Date : 2023-07-03 20:27:46

અરબી શબ્દ જિહાદનો અર્થ થાય છે નૈતિક મૂલ્યોના રક્ષણ માટે કરવા માટેનો પ્રયત્ન અથવા સંઘર્ષ. પણ તે જિહાદને હવે અલગ અલગ વસ્તુઓ સાથે જોડવામાં આવી રહ્યો છે. ક્યારેક લવ જિહાદ, ક્યારેક ઓનલાઈન ગેમિંગ જિહાદ, હલાલ જિહાદ, નારકોટિક્સ જિહાદ, નાઈ જિહાદ, ક્યારેક બિગ બોસ જિહાદ બાદ હવે નવો જિહાદ આવ્યો છે જેનું નામ છે ગૌચર જિહાદ. અમદાવાદના જગન્નાથ મંદિર વિસ્તારથી મામલો સામે આવ્યો છે વિગતવાર વાત કરીએ વિશ્વ હિન્દુ પરિષદને કેમ હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા?

અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ

વિશ્વ હિંદુ પરિષદે પહેલીવાર મુખ્યમંત્રી સામે કરી ફરિયાદ!

હમણા થોડા સમય પહેલા પૂરી બાદ સૌથી મોટી જગન્નાથ રથયાત્રા એટલે કે અમદાવાદ જગન્નાથ રથયાત્રા યોજાઈ. ધાર્મિક ભાવનાથી લોકોએ રથયાત્રાને વધાવી, મુસ્લીમ બિરાદરોએ કબૂતરો ઉડાડીને શાંતિનો સંદેશ આપ્યો પણ હવે તે જ જગન્નાથ મંદિરમાં વિસ્તારમાં લીઝ પર આપવામાં આવેલી જમીનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. વિગતવાર વાત કરીએ તો અમદાવાદના બહેરામપુરા વિસ્તાર અને અમદાવાદ કોર્પોરેશને ગાયોના ઘાસચારા માટે 100 વર્ષ માટે ભાડા કરાર અંતર્ગત મહંત નરસિંહદાસ ગૌ સેવા ટ્રસ્ટને આપવામાં આવી. પણ હવે થયું એવું કે આ જમીન મુસ્લિમ બીરાદરોએ લીઝ ડીડ કરીને વેચી દેતા વિવાદ થઈ ગયો છે. તો જમીન ટ્રસ્ટને મળે તેના માટે વિશ્વ હિંદુ પરિષદે લડત ચલાવી. પણ તેના જ કાર્યકરને ધમકીઓ મળી. ધમકી મળતા વીએચપીના કાર્યકર ધર્મેન્દ્ર ભાવાણીએ જાહેર હિતની અરજી કરી દીધી છે, તેમણે આક્ષેપ કર્યો છે કે આ કારણોથી કરોડોની સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી થઈ છે તો પણ કોઈ કાર્યવાહી નથી થઈ. અહીં સુધી તો બધુ ઠીક હતું પણ વીએચપીના કાર્યકરે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના રાજ્યપાલના પીએ સામે ફરિયાદ કરી દીધી છે. આમ વિશ્વ હિન્દુ પરિષદે જાહેરાત કરી છે કે જગન્નાથ મંદિર સામેના ગૌચર જિહાદ સામે અમે કાયદાકીય રીતે લડત લડીશું, જે દેશનું કાનુન કહેશે તે મુજબ અમે આગળ વધીશું. 

જગન્નાથ મંદિરના વહીવટદારોએ 2.97 લાખ ચો.મી.જમીન વેચતા સૌથી મોટી લેન્ડ જેહાદ  થઈ, કરોડો રૂપિયા કોના ખિસ્સામાં ગયા? , VHPના કાર્યકરનો આક્ષેપ | Biggest ...

ટ્રસ્ટમાં વાડ થઈને ચીભડાં ગળે જેવી સ્થિતિ!

પણ કોઈ પણ વસ્તુને સારી રીતે અને સુક્ષ્મ રીતે સમજવું હોય તો ઈતિહાસમાં ડોકીયું કરવું જ પડે છે. ઈતિહાસથી જ સમજાય છે કે થયું શું હતું અને ઈતિહાસ જ ભવિષ્યનું નિર્માણ કરતું હોય છે. આ કેસની વાત કરીએ તો 1926માં અમદાવાદ કલેક્ટરે નરસિંહદાસજીને જમીન આપી હતી પણ ગૌ સેવા ટ્રસ્ટે મંજૂરી વગર મુસલમાન બિરાદરોને જમીન ભાડે અથવા વેચાણથી આપી દીધી હતી. આમ વીએચપીના જણાવ્યા મુજબ મંદિરના કેટલાક વહીવટદારોએ જમીન વેચી ભ્રષ્ટાચાર કરીને ગૌચર જેહાદ કર્યું છે. વાડ થઈને ચીભડાં તો ગળાઈ ગયા છે પણ હવે આ જાહેર હિતની અરજીના કેસમાં હાઈકોર્ટ શું નિર્ણય પર આવશે તે જોવાનું રહેશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે