જે વાત કાંતિ અમૃતિયાએ કહી તે વાત વિરમગામમાં સાચી બની! સાંભળો મહિલા કોર્પોરેટરની કહાની જે બની પક્ષમાં જોડાયેલા ગુંડાઓનો ભોગ...


  • Published By :
  • Published Date : 2023-07-14 11:59:28

કાંતિ અમૃતિયાઓનો એક ઓડિયો ક્લીપ વાયરલ થયો છે જેમાં તે કથિત રીતે કહી રહ્યા છે કે કોંગ્રેસમાં કોઈ ગુંડા રહ્યા નથી કારણ કે બધા ગુડાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના કોઈ નેતા સાથેની વાતચીતનો તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આવી વાત એકદમ હળવા ટોનમાં, પોતાના મિજાજમાં કહી રહ્યા છે. જે વાત તેમના દ્વારા કરવામાં આવી છે તે કદાચ તેમનાથી બોલાઈ ગયું હશે તેવી પણ એક સંભાવના છે. વાત કાંતિ અમૃતિયાના ઓડિયોની નહીં પરંતુ જે હકીકત તેમણે રજૂ કરી છે તેની કરવી છે. ગુંડાઓ જ્યારે ખેસ ધારણ કરી લે છે ત્યારે તે પવિત્ર બની જાય છે. પછી તે ગુંડા નથી રહેતા ખેસ પહેર્યા બાદ તે માનનીય નેતાશ્રી બની જતા હોય છે. માનનીય નેતાશ્રી હોય અને ગુંડા હોય ત્યારે તેમનું એ કોમ્બીનેશન એટલું મજબૂત હોય છે કે તેમને હરાવવા માટે કોઈ સક્ષમ નથી હતું. પોલીસ અને અધિકારીઓ તેમના હાથની નીચે નહીં પરંતુ તેમના પગની નીચે કચડાતા હોય છે.      

જ્યારે ગુંડાઓ પાર્ટીનો ખેસ કરી લે છે ધારણ!

જ્યારે ગુંડા પાર્ટીનો ખેસ ધારણ કરી લે છે ત્યારે ન માત્ર સામાન્ય જનતાને પરંતુ તેનો ભોગ પાર્ટીના કાર્યકર્તાઓએ પણ બનવું પડતું હોય છે. એ કાર્યકર્તાઓ જે ગુંડા નથી માત્ર વિચારધારાને લઈ પક્ષ સાથે જોડાયેલા છે. રાજનીતિ અને માફિયાઓના પરસ્પર સંબંધ બહુ દ્રઢ હોય છે. બંને એક બીજાને પોષતા હોય છે. જો બંને એકબીજાનું પોષણ ન કરતા હોય તો બંનેનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જતું હોય છે. પહેલા ગુંડાઓ રોડ રસ્તા પર ધાક ધમકી આપતા હતા ત્યારે હવે ગુંડાઓ રાજ્યની વિધાનસભા અને દેશની સંસદમાં પહોંચી જતા હોય છે.

 

ખુલ્લેઆમ કરાઈ હતી મહિલા કોર્પોરેટરના પતિની હત્યા 

આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે પક્ષમાં જોડાયેલા અને કોર્પોરેટર તરીકે કામ કરતા મહિલાના પતિની ખુલ્લેઆમ હત્યા વિરમગામમાં થઈ જાય છે. ખુલ્લેઆમ હત્યા થઈ હોય પરંતુ મહિનાઓ સુધી કોઈ પગલા નથી લેવામાં આવતા. પરિવાર ન્યાય માટે ગુહાર લગાવે પોલીસ પર આક્ષેપ લગાવે કે પોલીસ ગુંડાઓને છાવરી રહી છે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. પરંતુ તે પરિવારનું સાંભળે કોણ? કારણ કે ગુંડો પણ ભારતીય પાર્ટી સાથે સંકડાયેલો હોય. આ વાત સોનલબેન જોશીની છે જે ભારતીય જનતા પાર્ટીમાં મહિલા કોર્પોરેટર છે. તે પોતે વિરમગામથી છે. 


કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ 

મહિનાઓ સુધી કોઈ કાર્યવાહી ન કરાતા છેલ્લે લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે જમાવટનો સહારો લીધો. સોનલબેનનો વીડિયો હજારો લોકોએ જોયો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.જે વાત કાંતિ અમૃતિયા કથિત ઓડિયો વીડિયોમાં કહી રહ્યા છે તે સાચી છે. સામા પક્ષે કોઈ ગુંડાઓ છે જ નહીં કારણ કે બધા ગુંડા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે. જો તમારે દાદાગીરી કરવી છે તો સત્તાના શરણે આવવું ખૂબ જરૂરી છે. કોંગ્રેસના નેતા પર કેસ થાય તો તે ભાજપમાં જોડાઈ જાય. કદાચ ખેસ ધારણ કરેલા ગુંડાને ખબર ન હોય કે જે પરિવાર પર તેણે અત્યાચાર કર્યો છે, જે પરિવારના સભ્ય પર હુમલો કર્યો છે તેની પર શું વીતતી હશે?  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.