પ્રચાર માટે આવેલા નેતાઓ સ્ટ્રીટ ફૂડ ખાઈ શું સંદેશો આપવા માગે છે?


  • Published By :
  • Published Date : 2022-11-17 10:41:51

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પક્ષ પ્રચાર કરી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર માટે ભાજપે કેન્દ્રીય મંત્રીઓની અને સ્ટાર પ્રચારકોની ટીમને ગુજરાતમાં ઉતારી છે. ત્યારે ભાજપનો પ્રચાર કરવા સ્મૃતિ ઈરાની ગુજરાતના પ્રવાસે છે. આણંદમાં પ્રચાર માટે ગયેલા સ્મૃતિ ઈરાનીએ પોતાનો કાફલો રોકી પાણીપુરી આરોગી હતી. સ્મૃતિ ઈરાનીનો પાણીપૂરી ખાતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

central minister smiriti irani stop car in anand and eat panipuri during  election campaign

સ્ટ્રીટ ફૂડ ખાઈ મતદારોને આકર્ષવા નેતાઓનો પ્રયાસ

આણંદના પ્રવાસે આવેલા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રચાર દરમિયાન પોતાનો કાફલો રોકી સામાન્ય માણસની જેમ પાણીપુરી આરોગી હતી. તેમનો પાણીપુરી ખાતો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા  છે. ચૂંટણી સમયે સ્ટ્રીટ ફુડ ખાવાનો હવે ટ્રેન્ડ બની ગયો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે નેતાઓ દ્વારા કરવામાં આવતા આવા પબ્લીસીટી સ્ટંટની અસર લોકોના દિમાગ પર મહંદ અંશે પડતી હોય છે.     

હર્ષ સંઘવી સુરત ગુજરાત ચૂંટણી ફોર્મ ભર્યું - Harsh Sanghavi in Surat  Gujarat Election form C R patil News18 Gujarati

હર્ષ સંઘવીએ વડાપાઉની મજા માણી

થોડા સમય પહેલા હર્ષ સંઘવીનો ફોટો વાયરલ થયો હતો. હર્ષ સંઘવીએ પણ પોતાનો કાફલો રોકી વડાપાઉનો આસ્વાદ માણ્યો હતો. ચૂંટણી સમયે નેતા એકદમ ડાઉન ટુ અર્થ થઈ જતા હોય છે. 

ઉત્તરપ્રદેશમાં દ્વિવાર્ષિક ચૂંટણી અંતર્ગત 11 વિધાન પરિષદની બેઠકો ઉપર મતદાન  સંપન્ન

ચૂંટણી પ્રચારની કેટલી અસર થશે તે આવનાર સમયે ખબર પડશે 

ચૂંટણી સમયે મતદારોને આકર્ષવા નેતાઓ સ્ટ્રીટ ફૂડ ખાઈ એવો સંદેશો આપવા માગતા હોય છે કે તે પણ સામાન્ય માણસની જેમ જીવન જીવે છે. કોઈ નેતા રાજકોટના ગાંઠીયા આરોગે તો સુરતમાં આવેલા નેતાઓ સુરતી જમણનો લાભ લેતા હોય છે અથવા તો ત્યાંની સ્થાનિક વસ્તુઓ આરોગ્તા હોય છે. કોંગ્રેસના અનેક નેતાઓ પણ આ રણનીતિ અપનાવતા હોય છે. ચૂંટણી સમયે આવા ફોટો આવવા સામાન્ય બાબત છે. ત્યારે નેતાઓ દ્વારા અપનાવાતો આવો સ્ટંટ મતદારોને કેટલો આકર્ષિત કરશે તે આઠમી ડિસેમ્બરના રોજ ખબર પડશે.       




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.