BJP માટે જે મફતની રેવડી હતી, એ બીજા રાજ્યોમાં પ્રસાદ બની ગયો! Rajasthanમાં BJP Free આપવાના વાયદા કરે છે તો Gujaratમાં કેમ નહીં?


  • Published By :
  • Published Date : 2023-11-17 11:32:49

ગઈકાલે રાજસ્થાનમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ચૂંટણીને જીતવા માટે અનેક વાયદાઓ રાજ્યની જનતાને પાર્ટીઓ દ્વારા આપવામાં આવતા હોય છે. રાજસ્થાનમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ગેસ સિલિન્ડરને લઈ જાહેરાત કરવામાં આવીછે, સ્કૂટી આપવાની વાત કરવામાં આવી . ઉપરાંત અનેક એવી જાહેરાતો કરવામાં આવી છે જેને રાજકીય ભાષામાં નિષ્ણાતો રેવડી કહેતા હોય છે. ફ્રીની વાતો જ્યારે ગુજરાતમાં બીજી રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી ત્યારે ભાજપે તેને રેવડી ગણાવી પરંતુ જ્યારે બીજા રાજ્યોમાં ભાજપ ફ્રીની વાતો કરે છે તો તેને પ્રસાદ બીજેપી ગણાવતી હોય છે! 

ગુજરાતની જનતા સાથે કરાયો મતભેદ!  

ગુજરાતમાં છેલ્લા અનેક વર્ષોથી ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપને જીતવા માટે પણ વધારે મહેનત નથી કરવી પડતી. આ ફ્રીમાં આપવામાં આવશે, ગેસ સિલિન્ડરની કિંમતને લઈને પણ વધારે વાયદા કરવા નથી પડતા. ગુજરાતીઓ આ વિશે કદાચ ભાજપને પ્રશ્ન પણ નહીં પૂછે કે જે વાયદા છત્તીસગઢમાં તેમજ રાજસ્થાનમાં કરાયા છે તેવા વાયદા ગુજરાતમાં કેમ ન કરાયા? ગુજરાત વિધાનસભા વખતે આમ આદમી પાર્ટી દ્વારા જે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો તેને રેવડી ગાણાવવામાં આવી પરંતુ જ્યારે ફ્રી આપવાના વાયદા ભાજપ દ્વારા કરવામાં આવે તો તે કે પ્રસાદ બની જાય છે!


મફતમાં આપવામાં આવતી વસ્તુઓ આપણી આગળની પેઢીને ભારે પડશે!

કોઈએ આ પ્રથાને બંધ કરાવવી પડશે, પરંતુ કમનસીબે આ એક કોમ્પીટિશન ચાલી રહી છે કે કોણ વધારે મફત આપી શકે છે. ફ્રીના મોહમાં આવી અનેક લોકો મતદાન કરી લેતા હોય છે પરંતુ તે લોકો નથી સમજતા કે આગળ જતા આ જ વસ્તુઓ તેમની પેઢીને ભારે પડવાનું છે. આ માત્ર રેવડી કે મફતમાં આવેલી વસ્તુઓનો સવાલ નથી પરંતુ આવતા વખતે લોકો આ તેનો અધિકાર સમજશે! આ વખતે જે વસ્તુ ફ્રીમાં મળી રહી છે જો તે આવતી વખતે ફ્રીમાં નહીં મળે તો લોકો તેને દ્રોહ સમજવાની છે. ભણેલી ગણેલી જનતા પણ ફ્રીના મોહમાં આવી રહી છે. દેરક પાર્ટી આ મફત આપવાની હરોળમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી તો પહેલાથી જ આમાં માનતી હતી, ધીમે ધીમે કોંગ્રેસ પણ આ નક્સેકદમમાં માનતી થઈ હવે તો ભાજપ પણ આ રેસમાં છલાંગ લગાવી ચૂકી છે.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.