ઈન્ઝમામ ઉલ હકે કર્યો બફાટ, દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ અંગે આપ્યું આ વિવાદાસ્પદ નિવેદન


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-11-15 19:03:06

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે ઈન્ઝમામ ઉલ હકે  ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. ઈન્ઝમામે કહ્યું કે હરભજન સિંહ મૌલાના તારિક જમીલથી ઘણો પ્રભાવિત હતો અને તેણે ઈસ્લામ ધર્મ અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.


ઈન્ઝમામે શું કહ્યું?


ઈન્ઝમામે એક વીડિયોમાં કહ્યું, 'મૌલાના તારિક જમીલ દરરોજ અમને મળવા આવતા હતા. નમાઝ પઢવા માટે એક ઓરડો હતો. તે નમાઝ પછી અમારી સાથે વાત કરતા હતા. એક-બે દિવસ પછી, અમે ઈરફાન પઠાણ, ઝહીર ખાન અને મોહમ્મદ કૈફને નમાઝ અદા કરવા માટે બોલાવવાનું શરૂ કર્યું. મેં જોયું કે 2-3 વધુ ભારતીય ખેલાડીઓ પણ જોડાતા હતા, તેઓ નમાઝ અદા કરતા ન હતા પરંતુ મૌલાનાને સાંભળતા હતા. ઈન્ઝમામે વધુમાં કહ્યું, 'હરભજને એકવાર મને કહ્યું હતું કે મારું દિલ મને કહે છે કે તે (મૌલાના) જે પણ કહે, મારે તેને સ્વીકારવું જોઈએ. મેં કહ્યું તો તેમને ફોલો કરો. તમને શું રોકી રહ્યું છે?' ભજ્જીએ જવાબ આપ્યો કે હું તમારી સામે જોઉં છું અને પછી રોકાઈ જાઉં છું. તમારી જિંદગી એવી નથી. એક અમે છીએ કે જે અમારા ધર્મનું પાલન નથી કરી રહ્યા, અમને દોષિત માનવા જોઈએ.'


ભજ્જીએ ઈન્ઝમામને લતાડ્યો


બીજી તરફ હરભજન સિંહે ઈન્ઝમામ-ઉલ-હકને તેમના વિવાદાસ્પદ નિવેદન માટે ફટકાર લગાવી હતી. હરભજને X પર લખ્યું, 'તે કયા પ્રકારનો નશો કરીને વાત કરી રહ્યો છે? હું ભારતીય અને એક શીખ હોવાનો ગર્વ અનુભવું છું. આ બકવાસ લોકો કંઈ પણ બોલતા રહે છે.'



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.