દેશમાં શું કામ વિપક્ષ જરૂરી છે, રાજકોટમાં કૉંગ્રેસના ધરણા, રાજકોટમાં દંડ નથી કરી શકતા તો સરકાર..


  • Published By :
  • Published Date : 2024-06-07 18:27:38

લોકશાહીમાં જેટલું મહત્વ સત્તા પક્ષનું છે તેટલું જ મહત્વ વિપક્ષનું પણ છે. વિપક્ષ સરકાર પર દબાણ લાવી શકે છે.. વિપક્ષ જનતાનો અવાજ બનીને મુદ્દાને ગંભીરતાથી ઉપાડી શકે છે. જો કોઈ કામ નથી થયું તો પણ વિપક્ષ અવાજ ઉઠાવી સરકારને પ્રશ્ન કરી શકે છે.. વિપક્ષની ભૂમિકા અગત્યની છે પરંતુ ગુજરાતમાંથી જાણે વિપક્ષ ગાયબ થઈ ગયું હોય તેવું લાગે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈ તપાસ કરવા માટે સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. 

ઘટના બાદ એસઆઈટીની રચના થાય છે પરંતુ.. 

અનેક દુર્ઘટનાઓની તપાસ કરવા માટે SITની રચના થાય છે.. પરંતુ એસઆઈટીની રચના બાદ શું કાર્યવાહી થાય તે આપણે જાણીએ. ઘણી વખત તો એવું લાગે કે આ એસઆઈટીની રચના જ સરકાર દ્વારા એના માટે કરાઈ રહી છે કે જેનાથી કહેવા ચાલે કે તપાસ ચાલી રહી છે... રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકોના મોત થયા છે. ઘટનાને  થયે ઘણો સમય થયો પરંતુ હજી સુધી કોઈ એવું તથ્ય સામે નથી આવ્યા,એવી કોઈ કાર્યવાહી નથી થઈ જેને કારણે સામાન્ય માણસોમાં એ વિશ્વાસ બેસે કે આ દુર્ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. 


જ્યારે સરકારને કોઈ સવાલ નથી કરતું ત્યારે સરકારને લાગે છે કે.. 

સરકાર પાસે એનો જવાબ નહીં હોય, સરકાર એ Assurance નથી આપી શકતી કે આગામી દિવસોમાં આવી દુર્ઘટનાઓ નહીં થાય. સરકારને લાગે છે કે તેમને કોઈ સવાલ પૂછવા વાળું કોઈ નથી. કોઈ તેમની સામે અવાજ ઉઠાવવાળું કોઈ નથી. સરકારને લાગે છે કે જનતા તેમનું કંઈ ઉખાડી નથી લેવાની.. તેમને લાગે છે કે મત પર તેનો પ્રભાવ નથી પડવાનો. મત પર કેટલો પ્રભાવ પડશે તેની ખબર નથી પરંતુ વિપક્ષ હવે મેદાને ઉતર્યો છે. વિપક્ષ મેદાને ઉતર્યો છે તે ગુજરાતમાં વિપક્ષ હોવાની સારી નિશાની છે...



એસઆઈટીની રચના એટલા માટે કરવામાં આવે છે કે... 

ગુજરાતમાં વિપક્ષ જાણે સાવ ખતમ થઈ ગયું છે. વિધાનસભામાં એટલું સંખ્યાબળ નથી કે તે સરકારને સવાલ કરી શકે.. 156 ધારાસભ્યોમાં પણ એ તાકાત નથી કે તે સવાલ પોતાની જ સરકારને કરી શકે.. ધારાસભ્યોમાં એટલો દમ નથી કે પોતાની સરકારની આંખોમાં આંખ નાખી પ્રશ્ન કરી શકે કે મંત્રી સાહેબ, મુખ્યમંત્રી સાહેબ જવાબ આપો કે અમારા 28 લોકો મૃત્યુ પામ્યા છતાંય તમે લોકો માત્ર એસઆઈટીની રચના કરી સંતોષ માની લો છો. રાજ્યમાં બનાવવામા આવતી મોટા ભાગની એસઆઈટી ઝાઝું કંઈ ઉખાડી નથી શકતી. એસઆઈટીની રચના કરવામાં આવે છે પરંતુ તે બાદ એવા કોઈ પગલા નથી લેવામાં આવતા કે દાખલો બેસાડાઈ શકાય કે આગળ આવી દુર્ઘટનાઓ નહીં સર્જાય . 


રાજકોટમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું ધરણાનું આયોજન 

ફરીથી કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે જે દબાણ લાવવાની જરૂર છે તે પ્રેશર બનાવવામાં વિપક્ષ નિષ્ફળ સાબિત થઈ છે.. પ્રશ્ન પૂછવાનું રાજ્યના વિપક્ષ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અનેક નેતાઓ ત્યાં હાજર હતા અને ધરણા પર બેઠા છે.. વિપક્ષની માગ છે સાથે સાથે પરિવારની પણ માગ છે કે અમે ઉપવાસ કરીશું, ધરણા કરી શું, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉભા નહીં થઈએ.. 


સિસ્ટમથી બધુ જ મળે છે માત્ર ન્યાય નથી મળતો.. 

આ સિસ્ટમમાં બધુ જ મળી જાય છે, આશ્વાાસન મળી જાય છે, સહાયના નામે રૂપિયા આપી દેવાય છે.. પરંતુ આ સિસ્ટમમાં જે નથી મળતું તે ન્યાય છે.. બધું જ મળે છે પરંતુ ન્યાય નથી મળતો. આત્માની શાંતિની અપેક્ષા રાખતા નેતાઓ પાસેથી અપેક્ષા માત્ર ન્યાયની છે.. દુર્ઘટનાને ઘણો સમય વિતી ગયો છે અને હજી પણ જો રાજ્યના મુખ્યમંત્રી હજી પણ આ મામલે સ્પષ્ટતાથી જવાબ નથી આપી શકતા તો અનેક સવાલો થાય છે.. 



ધારાસભ્યોમાં એવો દમ નથી કે સરકારને સવાલ કરી શકે.. 

એક બેઠક પર હારી જવા પર મુખ્યમંત્રીથી લઈ સી.આર.પાટીલ સામે આવીને એવું કહે છે કે અમારી કોઈ કમી રહી ગઈ છે, એમનું દુ:ખ વ્યક્ત કરે છે. એટલું દુ:ખ જે એક બેઠક પર હારવા પર છે તેટલું દુ:ખ જો 28 લોકોના મોત પર નતું થયું..! જે જીવન હાર્યા છે, જે પરિવારના સભ્યો મોતને ભેટ્યા છે એ લોકો માટે એટલો અફસોસ વ્યક્ત નથી કર્યો. જે રીતે 25 બેઠકો મળ્યા બાદ પણ એક બેઠક ગુમાવવા પર ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યો છે. 



મુખ્યમંત્રી પાસેથી એટલી જ અપેક્ષા છે કે... 

આગળ જતા ચૂંટણીમાં પરિણામ સારા આવે તે માટે પ્રયત્નો કરાશે તેવી વાત કરાઈ પરંતુ આવી વાત ક્યારેય કેમ ના કરાઈ કે આવી દુર્ઘટનાઓ ના બને તે માટે પ્રયાસ કરવામાં આવશે.. રાજ્યના મૃદુ મુખ્યમંત્રી મક્કમતા રાખે તેવી મુખ્યમંત્રી પાસેથી અપેક્ષા છે. વિપક્ષનું અસ્તીત્વ આપણને ફરી એક વાર દેખાયું છે. એ વાતનું Assurance આપવું પડશે કે આવી દુર્ઘટનાઓ ફરીથી ના બને.. આવી દુર્ઘટનાઓ જો આપણે ફરીથી એક વખત જોઈએ છીએ એનો મતલબ કે જે સિંહાસન પર તમે બેઠા છો, એ વારસામાં મળેલું સિંહાસન નથી.. એ સિંહાસન પાસે એટલી તાકાત પણ છે.. જો સરકાર પોતાની જવાબદારી નિભાવવામાં પાછી પડે છે તો દિનકરજીની એક કવિતા ચોક્કસથી કહીશું કે સિંહાસન ખાલી કરો કી જનતા આતી હેં.. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.