દેશમાં 71 લાખ લોકોના Whatsapp એકાઉન્ટ બંધ, કંપનીની કાર્યવાહી પાછળ આ છે મોટું કારણ


  • Published By :
  • Published Date : 2024-01-02 16:32:33

Whatsappતો લગભગ બધા જ ઉપયોગ કરે છે, પરંતું આ સંબંધિત નિયમો અંગે બહું જ ઓછા લોકો જાણે છે. માત્ર એક ભૂલના કારણે તમારૂ એકાઉન્ટ બંધ થઈ શકે છે. તાજેતરમાં જ Whatsappએ યુઝર્સ પર કાર્યવાહી કરતા લગભગ 71 લાખ એકાઉન્ટ બંધ કરી દીધા છે. તમને એવું લાગશે કે આવું શા માટે થયું  તો ચાલો અમે તમને તેના કારણો અંગે જણાવીએ છીએ. 


71 લાખ વોટ્સએપ એકાઉન્ટ બંધ


એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે Whatsappએ નવેમ્બર મહિનામાં લગભગ 71 લાખ વોટ્સએપ એકાઉન્ટ બંધ કરી દીધા છે. કારણ કે આ એકાઉન્ટએ  IT Rules 2021નો ઉલ્લંઘન કર્યું હતું. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને 1-30 વચ્ચે  કંપનીએ 71,96,000 એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. તેમાં પણ 19,54,000 એકાઉન્ટસને તાત્કાલિક અસરથી બંઘ કરી દેવામાં આવ્યા છે. વ્હોટ્સએપએ તેના મંથલી રિપોર્ટમાં આ અંગે ખુલાસો કર્યો છે. આ સાથે જ કંપનીને દેશમાં 8,841 ફરિયાદો મળી છે, એકાઉન્ટ એક્શનના નામ પર જાહેર કરાયેલી રિપોર્ટ જોઈને જાણવા મળે છે કે આ એકાઉન્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા કંપની તરફથી એકાઉન્ટ રિસ્ટોર કરવાની પણ જાણકારી આપવામાં આવી હતી. આ યુઝર્સ સેફ્ટી રિપોર્ટમાં કંપનીને મળતી ફરિયાદો અંગે જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ભારતમાં વોટ્સ એપના 500 મિલિયન યુઝર્સ છે. 


સોશિયલ મીડિયા સામે સરકારનું આકરૂ વલણ


ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સને શસક્ત કરવા માટે ભારત સરકારે તાજેતરમાં જ એક નવું ફરિયાદ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. તેમાં કન્ટેન્ટ અને અન્ય ફરિયાદોને નોંધવામાં આવી છે. જો કે તાજેતરમાં જ બનેલી પેનલ તરફથી દેશના ડિઝિટલ કાયદાઓને મજબુત કરવા માટે ભરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લઈ સતત નવા પગલા લેવામાં આવી રહ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે