જ્યારે Andhra Pradeshના YSRCP પાર્ટીના MLA P Ramkrishna Reddyએ Boothમાં ઘૂસીને EVM પછાડ્યું! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-05-22 18:21:12

લોકસભા ચૂંટણી તેમજ અનેક રાજ્યોમાં વિધાનસભાની અનેક બેઠકો માટે પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે..  બૂથ કેપ્ચરિંગના અનેક વીડિયો આપણી સામે આવ્યા છે..ત્યારે આંધ્ર પ્રદેશનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય પોલિંગ બુથ પર પહોંચે છે અને ઈવીએમને તોડી નાખે છે... આ વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે. 

અનેક એવા વીડિયો વાયરલ થયા છે જે સવાલ કરે છે કે.. 

દેશમાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે કર્મચારીઓ દિવસ રાત મહેનત કરતા હોય છે.. લોકસભા ચૂંટણી માટે થઈ રહેલા  મતદાન અંતર્ગત માત્ર બે તબક્કા ચૂંટણીના બાકી છે.. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે તંત્ર સામે અનેક સવાલો ઉભા કરતી હોય છે.. બુથ કેપ્ચરિંગના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોય છે... ત્યારે આંધ્રપ્રદેશનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ત્યાંની સત્તારૂપ પાર્ટીના ધારાસભ્ય ઈવીએમ મશીનને તોડતા દેખાય છે.. 



વીડિયો સામે આવતા આપી દેવાયા તપાસના આદેશ

જે વીડિયો સામે આવ્યો છે YSRCPના MLA પી રામકૃષ્ણ રેડ્ડી દેખાઈ રહ્યા છે . તેઓ પોલિંગ બુથમાં ઘૂસીને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે EVMને તોડી નાખે છે. અહીં એ પણ માહિતી સામે આવી રહી છે કે, આ MLA પી. રામકૃષ્ણ રેડ્ડીએ પોલિંગ સ્ટાફને પણ ધમકાવ્યા હતા . જો કે જેવી જ આ ઘટના સામે આવી કે ઇલેકશન કમિશને તરત જ તપાસ શરુ કરી દીધી. આ ઘટના કથિત રીતે ૧૩ મેના દિવસની હોવાની જાણકારી સામે આવી છે. ઇલેકશન કમિશને કહ્યું છે કે , વીડિયો પોલીસને સોંપી દેવામાં આવ્યો છે અને તપાસમાં મદદ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .