અત્યાર સુધી એ વિષય પર ખુબ ચર્ચા થઈ કે જેટલી સરળતાથી તમે દુનિયાનાં બીજા ધર્મો વિશે બોલી શકો છો કે ટીકા કરી શકો છો એટલી સરળતાથી વિશ્વના કોઈ ખુણામાં ઈસ્લામ માટે નથી બોલાતું, અમુક વાર તમે માનતા હશો કે આ ખાલી ઉભી કરવામાં આવેલી ચર્ચાઓ છે બાકી ટીકા તો દરેકની થાય છે, પણ જો કોઈ આંતરરાષ્ટ્રીય માધ્યમ ધર્મ કે ધર્મગુરૂઓમાં ભેદભાવ કરે તો એને શું કહીશું?
જ્યારે AIને આ સવાલો પૂછવામાં આવ્યા ત્યારે...
મેટા એટલે કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી કંપનીઓના સમુહે પોતાનું AI વર્ઝન મેટા AI લોન્ચ કર્યું, જેમાં અલગ અલગ ધર્મનાં ઈશ્વર/આરાધ્યના નામ સાથે પ્રશ્ન પુછાયો કે એમનાં માટે કોઈ જોક શેર કરો.. તો મેટાએ દરેક માટે જોક શેર કર્યા, પણ જેવું પુછાયું કે પ્રોફેટ મોહમ્મદ એટલે કે મુસલમાનના સર્વોચ્ચ આરાધ્ય માટે જોક શેર કરો તો મેટાનો જવાબ હતો - સોરી, અમે ધર્મગુરૂઓ પર ટીપ્પણી નથી કરતા, જોઈ લો દરેક ધર્મનાં આરાધ્ય માટે કરેલો પ્રશ્ન અને મેટાનાં જવાબ...
આવું થવાનું એક કારણ એ રીતે પણ જોવાઈ રહ્યું છે કે ઘણાં બધા ઈસ્લામિક રાષ્ટ્રો ગુસ્તાક-એ-રસુલ કી એક હી સજા, સર તન સે જુદા જેવી વાતો પર વિશ્વાસ કરે છે, અને પાકિસ્તાન જેવા દેશમાં તો તમે કોઈનાં પર પણ એણે પ્રોફેટનું અપમાન કર્યું છે કહીને એને મારી શકો અને કાયદો તમારું કશું જ ના ઉખાડી લે જેવી સ્થિતિ છે, પણ પ્રશ્ન એ થાય કે ભારતનાં તો બંધારણમાં સેક્યુલારીઝમ શબ્દ છે, અહીં પંથ/ધર્મની નિરપેક્ષતાનો મતલબ થાય છે કે અહીંયા દરેક સમાન છે તો ભારતમાંથી પુછાયેલા પ્રશ્નોમાં મેટા AI ભગવાન રામ, બુદ્ધ, ઋષભદેવ પર જોક ક્રેક કરી દે છે, પણ પ્રોફેટ મોહમ્મદ પર નથી કરી શકતું. તો મતલબ આ કઈ અસહિષ્ણુંતા છે અને શું કામ છે?