પિતા જ જ્યારે પુત્રી પર દુષ્કર્મ આચરે ત્યારે...! વાંચો Vapiથી સામે આવેલો કિસ્સો જે વાંચીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે


  • Published By :
  • Published Date : 2023-08-28 14:49:24

આપણે ત્યાં પિતા અને પુત્રીના સંબંધો વિશે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે. પિતા પુત્રીના આઈકોન હોય છે. જેમ માતાને વહાલો દીકરો હોય છે તેમ પિતાને વહાલી દીકરી હોય છે. લેખકો એવું પણ કહે છે કે એક સમય દીકરી ભગવાન વિરૂદ્ધ સાંભળી શકે છે પરંતુ પિતા વિરૂદ્ધ ઉચ્ચારવામાં આવેલા શબ્દો તે સાંભળી નથી શકતી. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ, એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે બાપ-દીકરીના સંબંધોને લજવતી હોય છે. વાપીથી એક સમાચાર સામે આવ્યા છે જે માનવતાને શર્મસાર કરી દે તેવા છે. વાપી શહેરમાં એક પિતાએ પોતાની હવસનો શિકાર પિતાએ પોતાની દીકરીને બનાવી. દીકરી પર પિતા પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચરતા રહ્યા હતા.       


પાંચ વર્ષથી પિતા પોતાની દીકરીને બનાવતો હતો હવસનો શિકાર 

દીકરી માટે તેના પિતા જીવતા જાગતા રોલ મોડલ હોય છે. પિતાનું સ્થાન દીકરીના જીવનમાં મહત્વનું હોય છે. પિતા પુત્રીના સંબંધને પવિત્ર માનવામાં આવે છે. ત્યારે વાપીના ધનાઢ્ય પરિવારનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંચ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો. અને દુષ્કર્મ આચરનાર તેના પિતા જ હતા. પિતા ઉદ્યોગપતિ છે અને પરિવાર મૂળ મારવાડી છે અને તે હાલ વાપીમાં રહે છે. સમૃદ્ધ હોવા છતાંય તેમની આવી માનસિક્તા જાણીને બધા ચોંકી ગયા હતા. હિંમત રાખીને આ આખી વાત દીકરીએ તેની માતાને કહી. જ્યારે આ વાત માતાએ સાંભળી ત્યારે તેમની નીચેની જમીન ખસી ગઈ હતી. 



પોલીસ સ્ટેશનમાં પિતા વિરૂદ્ધ કરવામાં આવી ફરિયાદ  

પતિનું કૃત્ય સાંભળી એક સમય માટે પત્ની સ્તબ્ધ થઈ ગઈ હતી પરંતુ તે બાદ માતાએ હિંમત રાખી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી. દીકરી જ્યારે 13 વર્ષની હતી ત્યારથી તે તેના પિતાના હવસનો ભોગ બનતી હતી. નાની હતી ત્યારે તેની સાથે પિતા શું કરી રહ્યા છે તેની ખબર પડતી ન હતી પરંતુ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેનામાં આ અંગેની સમજ આવવા લાગી. લાલચ આપીને પિતા એકલતાનો લાભ લઈ આવા કૃત્યોને કરતો હતો. જ્યારે આ મામલો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે આખી ઘટના સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.      


પોતાના ઘરમાં પણ દીકરીઓ હવે સુરક્ષિત નથી?

પહેલા આપણે એવું માનતા હતા કે દીકરી રાત્રીના સમયે ઘરની બહાર રહે તો તે સુરક્ષિત નથી. પરંતુ ધીરે ધીરે એવો સમય આવ્યો જ્યારે આપણે માનવા લાગ્યા કે દીકરી ઘરમાં રહે તો સુરક્ષિત છે. પરંતુ હવે તો એવો સમય આવી ગયો છે જેમાં દીકરી તો સગા બાપથી પણ સુરક્ષિત નથી. પ્રશ્ન એ થાય કે કોઈ પિતા કેવી રીતે પોતાના હવસનો શિકાર પોતાની બાળકીને બનાવી શકે?      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.