ઠંડી ક્યારથી પડશે? જો તમને પણ આ સવાલ હોય તો જાણી લો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી શું કહે છે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-14 12:16:01

ઠંડીની શરૂઆત ક્યારથી થશે તે પ્રશ્ન આપણને સૌને થઈ રહ્યો છે... બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને વહેલી સવાર તેમજ રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે... પરંતુ બપોરના સમયે તો જાણે ઉનાળો હોય તેવું જ લાગે.. ચોમાસા દરમિયાન પણ ગરમીનો અહેસાસ થતો હતો.. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... કારતક મહિનામાં પણ ગરમી પડી રહી છે.. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે કે ઘટશે તે મુંઝવણ લોકોને રહેતી હોય છે. ત્યારે ઠંડીનો અહેસાસ ક્યારથી થશે તેની જાણકારી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે...

શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી?

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 17 તારીખ સુધી તાપમાનમાં મોટા ફેરફાર આવે તેવી સંભાવનાઓ નથી.. ગરમીનો પારો ગગડે તેવી પણ સંભાવના નથી.. તાપમાનના પારામાં એકથી બે ડિગ્રીનો ફેર પડી શકે છે... પરંતુ તેના કરતા વિશેષ તાપમાનમાં કોઈ ફેરફાર  નહીં આવે.... 17 નવેમ્બર સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં દિવસનું તાપમાન 32થી 35 ડિગ્રી સુધી જોવા મળી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.... તાપમાન હાલ ધીમી ગતિએ ઘટી રહ્યું છે જેને કારણે ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો.....



પાછોતરા વરસાદે ખેડૂતને પાયમાલ કર્યા!

મહત્વનું છે કે ઠંડીની શરૂઆત હજી સુધી નથી થઈ જેને કારણે ધરતીપુત્રો ચિંતામાં છે.... શિયાળા પાકનું વાવેતર કરવાનો સમય થઈ ગયો છે.... પરંતુ જે પ્રમાણેનું વાતાવરણ જોઈએ તે પ્રમાણેનું વાતાવરણ નથી.... ઉલ્લેખનિય છે કે વાતાવરણ પર ખેતીનો આધાર રહેલો છે... પાછોતરા વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે... તૈયાર થયેલો પાક બગડી ગયો છે જેને કારણે ખેડૂતો બેહાલ થઈ ગયા છે... સરકારે સહાયની જાહેરાત તો કરી છે પરંતુ સહાય ખેડૂતો સુધી પહોંચશે કે કેમ તે જોવાનું રહ્યું....   



ખુબ નાની વયના યુવાનો શું કામ ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે? અમદાવાદના પ્રિન્સને મિત્રએ જ મજા આવશે કહીને ઈન્જેક્શન અપાવ્યું અને જીવ ગયો. દોસ્તી જેવો પવિત્ર સંબંધ શું કામ લાજી રહ્યો છે?

મોદી સ્ટેડિયમમાં આજે 1 લાખથી વધુ હરિભક્તોનું અમદાવાદમાં સન્માન કરવામાં આવશે. "સુવર્ણ કાર્યકર મહોત્સવ" શું છે તે જુઓ

અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....