રાજ્યમાં ક્યારે થશે મેઘરાજાની એન્ટ્રી? જાણો ચોમાસાને લઈ હવામાન વિભાગે તેમજ અંબાલાલ પટેલે શું કરી આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-23 09:51:06

બિપોરજોયને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે મોટા પાયે નુકસાન પણ થયું છે. ગુજરાતથી બિપોરજોય વાવાઝોડું આગળ નીકળી ગયું પરંતુ ચોમાસાની સિસ્ટમ પર અસર કરતું ગયું. આમ તો આ સમય દરમિયાન મુખ્યત્વે ચોમાસું બેસી જતું હોય છે પરંતુ આ વખતે ચોમાસા માટે રાહ જોવી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે કેરળમાં તો ચોમાસું બેસી ગયું છે પરંતુ રસ્તામાં તે અટવાઈ ગયું છે.  


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ

ગુજરાતમાં ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો તો આવ્યો હતો પરંતુ તે પસાર થયા બાદ ફરી એક વખત તાપમાનનો પારો વધી રહ્યો છે જેને કારણે ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ચોમાસાને લઈ રાજ્યના લોકોએ રાહ જોવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે ચોમાસાની સિસ્ટમ વેરવિખેર થઈ ગઈ છે. જેને કારણે વરસાદ માટે ગુજરાતીઓએ રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર એક સપ્તાહ બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3-4 દિવસ દરમિયાન સુરત, વલસાડ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર તેમજ વડોદરામાં હળવો વરસાદ વરસી શકે છે.       



ગયા વર્ષ કરતા આ વખતે મોડું છે ચોમાસુ!

ગુજરાતમાં ગયા વર્ષે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ આ વખતે ગયા વર્ષની સરખામણી કરતા વધારે રાહ જોવી પડશે. મહિનાના અંત સુધીમાં અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. આવનાર અઠવાડિયામાં ગુજરાતના પૂર્વ વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. જે બાદ ધીરે ધીરે ચોમાસુ આગળ વધશે પરંતુ કઈ પેટનમાં આગળ વધશે તે અંગે અસમંજસ છે.  


અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી!

વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 25થી 30 જૂનની વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું હશે. ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ નર્મદા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. તે સિવાય સુરતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 5 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનાર સમયમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે