વાવમાં ક્યારે યોજાશે પેટા ચૂંટણી? સાંસદ Geniben Thakorની પેટાચૂંટણીને લઈ મોટી જાહેરાત! ઉમેદવાર પણ ફાઇનલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-23 12:27:53

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં છે.. ભાજપની પ્રયોગશાળા માનવામાં આવે છે.. રાજકીય રીતે કોઈપણ બદલાવ લાવવો હોય તો સૌથી પહેલા implementation ગુજરાતમાં કરવામાં આવે. લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યોને ઉમેદવાર ના બનાવ્યા હતા, બીજા ઉમેદવારોને ઉભા રાખ્યા હતા જ્યારે કોંગ્રેસે અનેક ધારાસભ્યોને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા.. તેમાંથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતી ગયા અને સાંસદ બની ગયા. વાવ વિધાનસભા બેઠક પર આવનાર સમયમાં ચૂંટણી થવાની છે. ત્યારે ઉમેદવારને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે.

ચૂંટણી ક્યારે થશે તેની પણ વાત કરી!

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ બધા એક જ રાહ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં પેટા ચૂંટણી ક્યારે થશે? લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી વધારે ચર્ચા બનાસકાંઠા બેઠકની થઈ હતી. બંને પક્ષોએ મહિલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયા.  ત્યારે બનાસકાંઠાના સાંસદએ ચૂંટણી ક્યારે હશે એ વાતનો ખુલાસો કર્યો છે!  ભાભરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે નિવેદન આપ્યું છે અને ઈશારા ઈશારામાં ઉમેદવાર કોણ હશે તે પણ જણાવી દીધું!


ઈશારા ઈશારામાં ઉમેદવારનું નામ કહી દીધું

10 થી 15 દિવસમા વાવ વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની જાહેરાત થઈ શકે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં કરી હાકલ કરતા કહ્યું કે, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા અપીલ કરી... જો આ સ્પીચને ધ્યાનથી સાંભળીએ તો તેમણે એવું કહ્યું બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો. આનો મતલબ એ પણ થાય કે વાવ બેઠક પર કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર તરીકે આવી શકે છે. તો હવે ચૂંટણી પહેલા શું નવાજુની થાય છે તે જોવાનું રહ્યું.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.