ક્યારે યોજાશે લોકસભા ચૂંટણી, કેટલા તબક્કામાં થશે મતદાન અને ક્યારે આવશે રિઝલ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-21 17:27:25

લોકસભા ચૂંટણી ધીરે-ધીરે નજીક આવી રહી છે, ત્યારે તેની તારીખોને લઈને અટકળોનું બજાર ગરમ છે. એક અનુમાન છે કે એપ્રિલ-મે મહિનામાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચે ગત દિવસોમાં બેઠક યોજીને જણાવી દીધું હતું કે અમારી તૈયારીઓ પુરી થઈ ગઈ છે. રાજકીય પક્ષોથી લઈને સામાન્ય લોકો હવે તારીખોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


ક્યારે જાહેર થશે લોકસભા ચૂંટણી


લોકસભા ચૂંટણીને લઈને એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચૂંટણી પંચ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ કે માર્ચના પ્રથમ સપ્તાહમાં તારીખોની જાહેરાત કરી શકે છે. પીએમ મોદીએ બિજેપી માટે 370 સીટોનો ટાર્ગેટ રાખ્યો છે, જ્યારે તેમને દાવો છે કે NDA આ વખતે 400 સીટોનો આંકડો પાર કરી લેશે. વિપક્ષી ગઠબંધન  I.N.D.I.A. પણ મોદીને ટક્કર આપવાની તૈયારીમાં છે. 


કેટલા તબક્કામાં યોજાશે ચૂંટણી


ઈલેક્શન કમિશને પણ સત્તાવાર રીતે કોઈ તારીખ કે કેટલા તબક્કામાં ચૂંટણી યોજાશે તે અંગે નિર્ણય લીધો નથી. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં થઈ શકે છે. તેની સંભાવના એટલા માટે વ્યક્ત કરવામા આવી રહી છે કેમ કે વર્ષ 2019માં પણ 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. મે મહિનામાં ચૂંટણીના પરિણામો પણ આવી શકે છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે